હવામાન વિભાગની આગાહી (IMD) અનુસાર ઓગસ્ટ મહિનામાં સામાન્યથી 24 ટકાથી જેટલો ઓછો વરસાદ પડ્યો છે. પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરુઆત થતા જ દેશના અનેક રાજ્યોમાં ધમાકેદાર વરસાદ શરુ થયો છે. ગુજરાતના અનકે વિસ્તારોમાં ગત 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લીધે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
સાથે જ રાજસ્થાનમાં પણ વરસાદનો દોર યથાવત છે. દિલ્હીમાં પણ સપ્ટેમ્બરના મહિનામાં ધોધમાર વરસાદ ખાબકતા રેકોર્ડ તોડી નાંખ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સતત બીજા દિવસે વરસાદનો દોર જારી છે અને મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ પૂર્વ ભારત સહિત ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેનાથી વરસાદની અછતનો સામનો કરી રહેલા રાજ્યોને રાહત મળી છે. આ ચોમાસામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 47 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. ભારતમાં હવામાન વિભાગના એક અધિકારીએ જણાવતા કહ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભગોમાં આવનારા બે દિવસોમાં ભારે વરસાદ થવાની પુરેપુરી શક્યતાઓ છે.
ચોમાસુ એક વાર ફરી સક્રિય થવાથી જયપુર સહિત રાજસ્થાનના અનેક વિસ્તારોમાં બુધવારે ભારે વરસાદ થયો છે અને આગામી સમયમાં પણ વરસાદ ખાબકી શકે છે. આ દરમિયાન ચુરુમાં 41.4 મિમી. વરસાદ ખાબક્યો છે. હવામાન કેન્દ્ર જયપુર અનુસાર બુધવારે અલવરમાં 37.2 મિમી, ચિત્તૌડગઢમાં 36.0 મિમી., સીકરમાં 28 મિમી, ડબોકમાં 11.8 મિમી, ભીલવાડામાં 9.4 મિમી વરસાદ નોંધાઈ ચુક્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારે રાજ્યના સિરોહી, જાલોર, પાલી અને બાડમેર જિલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરી દીધું છે.
જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ દેશના અનેક રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘણા રાજ્યોમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતરવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.