વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ની માતા હીરા બા(Hira baa) પંચમહાભૂતમાં વિલિન થયા છે. પીએમ મોદીએ માતાને મુખાગ્ની આપી. ગુજરાતના ગાંધીનગર(Gandhinagar)માં એક સ્મશાનભૂમિમાં સાદગીપૂર્ણ રીતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હીરા બાનું શુક્રવારે એટલે કે આજે સવારે 3.30 કલાકે નિધન થયું હતું. તેઓ 100 વર્ષના હતા. PM મોદીના માતા હીરાબેન આજે પંચતત્વમાં વિલીન થયા. ગાંધીનગર સ્થિત મુક્તિધામમાં પીએમ નરેન્દ્ર મોદીએ માતા હીરા બાને મુખાગ્ની આપી હતી. આ દરમિયાન આખો પરિવાર હાજર હતો. મુખાગ્ની આપતી વખતે પીએમ મોદી ખૂબ જ ભાવુક દેખાયા હતા. PM મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
PM મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું હતું કે, શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ…મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે, બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. હીરાબાના નિધનથી શોકનો માહોલ છે.
વડનગરના વેપારીઓએ બંધ પાળીને આપી શ્રદ્ધાજલી;
મહત્વનું છે કે, વડનગરના વેપારી એસોસિએશ દ્વારા સ્વયંભૂ જ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. હીરાબાના અવસાન બાદ વડનગરના લોકોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. વેપારીઓ દ્વારા આજે સવારે જ જાહેરાત કરી દેવામાં આવી હતી કે, વડાપ્રધાનના માતાનું નિધન થવાથી શહેરના તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળવામાં આવશે. નગરના સર્વે નાગરીકો આ દુઃખદ પ્રસંગે ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.
વડનગરના હાટકેશ્વર મંદિરમાં કરાઈ હતી પૂજા:
મહત્વનું છે કે, જ્યારે હીરાબાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની તબિયત ફરીથી તંદુરસ્ત થાય તે માટે વડનગરના હાટકેશ્વર મંદિરમાં લોકો દ્વારા પૂજા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હીરાબાના દીર્ઘ આયુષ્યને લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર મંદિરમાં ભૂદેવો દ્વારા હીરાબા સ્વસ્થ થઈને પરત ફરે તેવી હાટકેશ્વર મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.