ભારતીય જનતા પાર્ટીના ટ્રેડર્સ વિંગના નેતા મરિયુર રામદાસ ગણેશ અને તેના ભાઈ મરિયુર રામદાસ સ્વામિનાથન પર 600 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તમિલનાડુના કુંભકોનમમાં, બંને ‘હેલિકોપ્ટર બ્રધર્સ’નાં પોસ્ટરો દરેક જગ્યાએ ચોંટાડવામાં આવ્યા છે. લોકોએ આ બંને ભાઈઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પોલીસે ફરિયાદ પણ નોંધી છે.
‘હેલિકોપ્ટર બ્રધર્સ’ જે તિરુવરુરના રહેવાસી છે. તે છ વર્ષ પહેલાં કુંભકોનમમાં સ્થાયી થયા હતા અને ડેરીનો વ્યવસાય ચલાવતા હતા. આ બંને ભાઈઓએ વિક્ટોરી ફાઇનાન્સ નામની નાણાકીય એન્ટિટી શરૂ કરી હતી અને 2019 માં અર્જુન એવિએશન પ્રા.લિ. નામની એક ઉડ્ડયન કંપનીની નોંધણી કરી હતી. આ બંનેને પૈસા બમણા કરવાના નામે લોકોને રોકાણ કરવા પણ મળ્યો. આ બંને ભાઈઓએ પૈસા બે ગણા કરવાનું કહીને લોકોની પાસેથી રોકાણ પણ કરવા લાગ્યા હતા.
જોવા જઈએ તો ભાઈઓએ તેમનું આ વચન ઈમાનદારીથી નિભાવ્યું હતું. પરંતુ બીજી બાજુ કોરોના મહામારીને કારણે પરિસ્થિતિ ખરાબ થઇ ગઈ. જ્યારે યોજનામાં રોકાણ કરનારા લોકોએ તેમના પૈસા માંગ્યા ત્યારે ભાઈઓએ પૈસા પાછા આપ્યા નહીં. કંપનીમાં રોકાણ કરનારા દંપતી ઝફરઉલ્લા અને ફૈરાજ બાનોએ તન્જાવુરના એસપી દેશમુખ શેખર સંજય પાસે ફરિયાદ નોંધાવી હતી.
આ દંપતીએ એવો દાવો કર્યો હતો કે, તેઓએ ભાઈઓની માલિકીના નાણાકીય એકમમાં 15 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ દંપતીને ક્યારેય તેમના પૈસા પાછા મળ્યા નહીં અને બંને ભાઈઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. યોજના અંતર્ગત બંને ભાઈઓને 25 લાખ રૂપિયા આપનાર ગોવિંદરાજે કહ્યું કે, મેં મિત્રો અને પરિવાર પાસેથી લોન લઈને 25 લાખ રૂપિયા આપ્યા હતા.
અન્ય એક રોકાણકાર એ.સી.એન. રાજને કહ્યું કે,’ મેં મારી દીકરીના ઘરેણાને ગીરવે મુકીને 10 લાખ મેળવ્યા છે અને અન્ય મિત્રો પાસેથી 40 લાખ રૂપિયા ઉધાર લીધા છે અને એક વર્ષની યોજનામાં બે ભાઈઓને 50 લાખ આપ્યા હતા જેમાં મે મારી વ્યાજ સાથેની રકમ પણ ગુમાવી હતી. હું સરકારને કહું છું કે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પૈસા પાછા મેળવવા માટે અમને સહાય કરો.
2019 માં બાળકના પહેલા જન્મદિવસ દરમિયાન મરિયુર રામદાસ ગણેશે હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કર્યો હતો. ત્યારથી તેઓ હેલિકોપ્ટર બ્રધર્સ તરીકે જાણીતા છે. તન્જાવુર ડિસ્ટ્રિક્ટ ક્રાઈમ બ્રાંચે છેતરપિંડી, વિશ્વાસ ભંગ અને ગુનાહિત કાવતરાના મામલે આઈપીસીની કલમ 406, 420 અને 120 (બી) હેઠળ બે ભાઈઓ અને બે અન્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.