સુરતમાં બૂટલેગરના બે પુત્રના હુક્કાબાર પર પોલીસના દરોડા- 28 હુક્કા, 13 કોલ બોક્સ સહિતના નશાનો સામાન ઝડપાયો

સુરત(ગુજરાત): આજકલ પોલીસ દ્વારા ઘણા હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરમિયાન ફરીવાર સુરતના રાણીતળાવના નાલબંધ કોમ્પ્લેક્સ ખાતે કુખ્યાત બૂટલગેર ફિરોઝ નાલબંધના બે પુત્ર દ્વારા…

સુરત(ગુજરાત): આજકલ પોલીસ દ્વારા ઘણા હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરમિયાન ફરીવાર સુરતના રાણીતળાવના નાલબંધ કોમ્પ્લેક્સ ખાતે કુખ્યાત બૂટલગેર ફિરોઝ નાલબંધના બે પુત્ર દ્વારા ચલાવવામાં આવતા હુક્કાબારનો પીસીબીને ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હુક્કાની મજા માણતા 10 યુવકની અટકાયત કરવા સાથે હુક્કાબાર ચલાવતા મન્સૂરીબંધુ સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

હુક્કાબારમાંથી પોલીસ દ્વારા 28 હુક્કા, 13 કોલ બોક્સ, અલફકર કંપનીના અલગ-અલગ તમાકુના ફ્લેવરના 35 પેકેટ, રોયલ કંપનીના અલગ અલગ તમાકુ ફ્લેવરના 9 ડબ્બા, અલફકર કંપનીના તમાકુ ફ્લેવરના 9 ડબ્બા, હુક્કાની 24 નાની પાઇપ, હુક્કાની 21 મોટી પાઇપ, 23 ચીલમ, ફિલ્ટરનાં 9 પેકેટ, 1 ફોઇલ પેપર, 3 ચીપિયા, 1 ઇલેકટ્રિક સગડી, 4 મોબાઇલ અને રોકડા રૂપિયા 9800 મળી કુલ્લે રૂપિયા 1.19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, બાતમીના આધારે પોલીસ દ્વારા રાણીતળાવ, સોની સ્ટ્રીટ ખાતે નાલબંધ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન નં. 8,9,10માં હુક્કાબાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પફ ઈન પીપના નામે હુકકબાર ચાલતો હતો. કુખ્યાત બૂટલેગર ફિરોઝ નાલબંધના બે પુત્ર અસદ અને અનસ હુક્કાબાર ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. પીસીબી દ્વારા આ મામલે લાલગેટ પોલીસમાં ગુનો નોંધાવી હુક્કાબારના માલિકો અસદ ફિરોઝ મન્સૂરી, અનસ ફિરોઝ મન્સૂરી, તેમનો પાર્ટનર તૌસિફ સાજીદ પટેલ અને હુક્કાબારનું સંચાલન કરનારા સાજન અબીબુલ રહેમાન મજમુદારની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, પોલીસ દ્વારા હુક્કા પીવા માટે મહેફિલ જમાવનારા સ્થાનિક વિસ્તારના યુવકો હુસૈન હનીફ પટેલ, મતીન રિઝવાન રફઅત હમઝા મુસ્તાક શેખ, યામિન આસિફ સોની, હસન હનીફ પટેલ, તલહા અબુબકર શેખ, યુનુસ અબ્બાસ પટેલ, અનસ અશરફ મેમણ, સજ્જાદ સાજિદ શક્કરવાલા અને હારીશ ઇરફાન પટેલની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ મામલે કોવિડ ગાઇડલાઇનના ભંગ બદલ પણ કાર્યવાહી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

શહેરની મધ્યે રાણીતળાવમાં પીસીબી હુક્કાબાર ઝડપી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી હતી. પીસીબી દ્વારા તપાસ કરવામાં આવતા આ હુક્કાબાર છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. ગણતરીના કસ્ટમરો જ અહીં હુક્કાની મજા માટે આવતા હતા. દોઢ વર્ષથી ચાલતા હુક્કાબાર અંગે સ્થાનિક લાલગેટ પોલીસને ગંધ સુધ્ધાં નહિ આવી એ મુદ્દે હાલ ચર્ચા ચાલી રહી છે.

જાણવા મળ્યું છે કે, પફ એન્ડ પીસના નામે વેસુમાં પણ ચાર વર્ષ પહેલાં હુક્કાબાર ચાલતું હતું. આ ટોળકી દ્વારા જ કાફેની આડમાં હુક્કાબાર શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, કોઇક કારણોસર એ બંધ થઇ જતાં તેમણે રાણીતળાવમાં પાર્કિંગમા દુકાનો ઊભી કરી ચોરીછુપીથી હુક્કાબાર શરૂ કરી દીધું હોવાનું બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *