યુક્રેનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ રઝળતા થયા, મદદે પહોચ્યું ભારત – યુવતીએ હાથ જોડી PM મોદીનો માન્યો આભાર

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે સતત 14 દિવસથી યુદ્ધ ચાલુ છે. રુસો-યુક્રેન યુદ્ધના(Russia-Ukraine war) કારણે ભારત(India) સહીત અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓ ફસાયા હતા. મળતી માહિતી અનુસાર તેમાં ભારતના લગભગ 20 હજાર વિદ્યાર્થીઓ ફસાયેલા હતા. આ વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા(Operation Ganga) શરૂ કર્યું હતું, જે અંતર્ગત અત્યાર સુધીમાં 18 હજારથી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે. યુક્રેનની સરહદે પહોંચેલા અધિકારીઓએ પાકિસ્તાની(Pakistan), બાંગ્લાદેશી(Bangladesh) અને અન્ય દેશોના વિદ્યાર્થીઓને પણ યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. તેમાંથી એક પાકિસ્તાનની અસ્મા શફીક હતી.

અસ્માએ કિવમાં ભારતીય દૂતાવાસ અને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે. અસમાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી તેને બહાર કાઢવા બદલ તેનો આભાર માની રહી છે. વીડિયોમાં અસ્મા કહેતી જોવા મળી રહી છે કે ભારતીય અધિકારીઓએ તેને બચાવી લીધી છે અને તે પશ્ચિમ યુક્રેન જઈ રહી છે. ટૂંક જ સમયમાં તેના પરિવારને મળશે. આ માટે તે મોદીજીનો આભાર માની રહી છે.

પાકિસ્તાની વિદ્યાર્થીએ ઈમરાનની મજાક ઉડાવી હતી:
ગયા અઠવાડિયે, યુક્રેનમાં ફસાયેલા એક પાકિસ્તાની વિદ્યાર્થીએ ઓપરેશન ગંગાના વખાણ કરતો એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘હમસે બહેતર તો ભારત હૈ’. અહીં ફસાયેલા ભારતીયોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી, તેમને તેમના દેશમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમે પાકિસ્તાની હોવાના કારણે નુકસાનમાં છીએ.

સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા:
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક દિવસ પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે તે જણાવતા આનંદ થાય છે કે તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓ સુમીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા છે. તેઓ બધા પોલ્ટાવા જવાના માર્ગે છે, જ્યાંથી તેઓ પશ્ચિમ યુક્રેન માટે ટ્રેન દ્વારા રવાના થશે.

યુક્રેનના પડોશી દેશોમાંથી ભારતીયોને લાવવાના મિશનને ઓપરેશન ગંગા નામ આપવામાં આવ્યું છે. તેમાંથી હંગેરી અને પોલેન્ડથી એરલિફ્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઓપરેશન ગંગામાં ભારતીય વાયુસેનાએ પણ ભાગ લીધો હતો. એરફોર્સની C-17 ગ્લોબમાસ્ટરની 10 ફ્લાઈટમાંથી 2056 મુસાફરોને પરત લાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *