સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતે મોતના બનાવો બની રહ્યા છે. ત્યારે ચુડા તાલુકાના ગોખરવાડા ગામે ચાલુ રીપેરીંગ કામ દરમ્યાન વિજ કરંટ લાગવાથી હેલ્પર કર્મચારીનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જ્યારે આ અંગે ગ્રામજનો અને પરિવારજનોમાં વિજતંત્ર તેમજ સરકાર સામે રોષ જોવા મળ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચુડા તાલુકાના ગોખરવાડા ગામે પીજીવીસીએલ તંત્ર દ્વારા મેઈન્ટેનન્સ માટે રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન વિજ થાંભલા પર ચડીને વિજકર્મચારીઓ સહિત હેલ્પર વિજ ટ્રાન્સફોર્મરમાં રીપેરીંગ કામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન અચાનક વિજ કરંટ લાગતાં હેલ્પર રણજીભાઈ ગેલડીયા ઉ.વ.૩૫ વાળાનું મોત થયું હતું.
જ્યારે મૃતક હેલ્પરની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે આ બનાવની જાણ થતાં પીજીવીસીએલના અધિકારીઓ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતાં. જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીના કારણે હેલ્પરનું મોત નીપજ્યું હતું અને તંત્રની બેદરકારી સામે ગ્રામજનો સહિત પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news