કોરોનાનો કારણે ભુખ્યાને મદદ કરવી છે? સરકારે જાહેર કરી વિગતો, આપો દાન

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 36 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને એક વ્યક્તિનું મોત પણ થઈ ચુક્યું છે. હાલમાં કોરોનાને લઈ સમગ્ર દેશ લોકડાઉનની સ્થિતિમાં છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કહેરથી લોકડાઉનની સ્થિતિમાં છે. ત્યારે કોરોનાના કહેર સામે લડવા માટે ગુજરાતભરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકો ગરીબ લોકો અને જરીરિયાત વસ્તુઓથી વંચિત લોકોને મદદ કરવા આગળ આવી રહ્યા છે.

આ ઉપરાંત કેટલાક વય્ક્તિઓ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિત અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકોને ચા, પાણી અને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમજ આ ગરીબ અને મધ્યમવર્ગને મદદ કરવા અને જીવનજરૂરી ચીજો પહોંચાડવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મુખ્યમંત્રી રાહત ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપવા અપીલ કરવામાં આવી છે. કોરોનાની બીમારી સામે લડવા માટે નાગરિકો અને સેવા ભાવિ સંગઠનો મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આ બેંક ખાતામાં ઓનલાઈન આપી શકશે. તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરો પણ આ ફાળાના ચેક સ્વીકારશે.

તમે પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન યોગદાન આપી શકશો

A/C NAME : CHIEF MINISTER’S RELIEF FUND

A/C NO. 10354901554

SAVINGS BANK ACCOUNT

SBI , NSC BRANCH (08434)

IFSC: SBIN0008434

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *