ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર- ગુજરાત સરકારે કર્યું આ મહત્વનું કામ

ગુજરાત(Gujarat): ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી(10-12 students)ઓ માટે એક મહત્વના અને મોટા સમાચાર(Big news) સામે આવી રહ્યા છે. ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ખુબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આ હેલ્પલાઈન નંબર(Helpline number) પર પરીક્ષાને લગતી કોઈપણ સમસ્યા કે પ્રશ્ન પૂછી શકશે.

વિદ્યાર્થીઓ માટે આજથી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેના પર બોર્ડના વિદ્યાર્થીઓ ફોન કરીને બોર્ડની પરીક્ષાને લગતી કોઈપણ સમસ્યા કે પ્રશ્ન પૂછી શકશે. 1800 233 5500 પર કોલ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા પ્રશ્નો પૂછીને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરી શકશે.

આ હેલ્પલાઈન નંબર 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે:
તમને જણાવી દઈએ કે, આ હેલ્પલાઈન નંબર 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ સવારે 10 થી સાંજના 6:30 વાગ્યા સુધી આ નંબર પર કોલ પણ કરી શકશે. વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાની દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે.

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન યોજાશે:
નોંધનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન યોજાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ જાહેરાત કરી છે.

આ વર્ષે પ્રથમ વખત ધોરણ 10માં ગણિતની બે પરીક્ષાઓ અલગ-અલગ દિવસે લેવાશે:
આ વર્ષે પ્રથમ વખત ધોરણ 10માં ગણિતની બીજી પરીક્ષા અલગ-અલગ દિવસે લેવામાં આવશે. 30 માર્ચે બેઝિક ગણિતની પરીક્ષા અને 31 માર્ચે ધોરણ ગણિતની પરીક્ષા લેવાની યોજના છે. એક અંદાજ મુજબ 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષા આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *