હવે હરસ-મસા નું ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે, અપનાવો આ ઘરગથ્થુ ઉપચારો

આજકાલના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો ફાસ્ટ ફૂડનું ભોજન કરતા હોય છે. જેના કારણે શરીરમાં અનેક નવી બીમારીઓ થતી હોય છે. મોટાભાગના લોકો હરસ-મસાની સમસ્યાથી પીડિત હોય છે. પરંતુ આજે અમે તમારા માટે ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ. આ ઉપચારથી તમે ઘરે જ હરસ-મસા થી છુટકારો મેળવી શકો છો.

હરસ મસા દૂર કરવાના રામબાણ ઈલાજ:

એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસની પીડા મટે છે.

ઘીમાં સૂરણ તળીને ખાવાથી હરસ-મસા મટે છે.

કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ-મસા નું દર્દ મટે છે.

તલ વાટી ને માખણમાં ખાવાથી હરસ-મસા ની પીડા મટે છે.

સુંઠનું ચુર્ણ છાશમાં નાખીને પીવાથી હરસ-મસા મટે છે.

મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસીને ગાળીને પીવાથી હરસ-મસા મટે છે.

કળથીના લોટની પાતળી રાબ પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.

કાંદાના નાના- નાના ટુકડા કરી તડકામાં સુકવી તેમાંથી એક રૂપિયાભાર જેટલા ટુકડા ઘીમાં તળી તેમાં થોડા કાળા તલ અને સાકરનું ચૂર્ણ નાખી સવારે ખાવાથી મસા મટે છે.

કોથમીરને વાટી ગરમ કરી પોટલી બાંધી શેક કરવાથી મસાની બીમારી મટે છે.

ચોખ્ખી હળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાથી મસા મટે છે.

જીરું ને શેકીને તેમાં સરખેભાગે કાળા મરી તથા સિંધવ મેળવી તેનું ચૂર્ણ જમ્યા પછી, છાશ સાથે લેવાથી હરસ-મસા માટે છે.

સૂંઠ,જીરું અને સિંધવ નું ચૂર્ણ દહીં મેળવીને જમ્યા પછી લેવાથી હરસ-મસા મટે છે.

જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ-મસા માટે છે.

હળદરના ગાંઠીયા તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી ગાયના ઘીમાં પીસી હરસ-મસા પર લેપ કરવાથી મસા નરમ પડી તેના ચસકા બંધ થાય છે.

કોકમની ચટણી દહીં સાથે ખાવાથી દૂખતા હરસ મટે છે.

ભુરા ને (એક પ્રકારની વનસ્પતિનું ફળ)વાટી તેની લુગદી કરી ને બાંધવાથી મસામાં પડતું લોહી બંધ થાય છે. અને બહાર નીકળેલા મસાની પીડા ઓછી થાય છે.

મસૂરની દાળ, રોટલી અને છાશ રોજ ખાવાથી, દાળમાં ઘી અથવા માખણ નાખી ખાવાથી, તેમજ મરચું અને ગરમ મસાલા વિનાનું ભોજન ખાવાથી દૂઝતા મસા મટે છે.

ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી તથા ગરમ -ગરમ શેકેલા ચણા ખાવાથી મસા માંથી પડતું લોહી બંધ થાય છે.

સુકા હરસ હોય તો છાસમાં ગોળ નાંખીને અને લોહી પડતા મસા હોય તો છાસમાં ઈન્દ્રજવ નાંખીને પીવાથી તે મટે છે.

ગરમ દૂધ સાથે એકથી બે ચમચી દીવેલ પીવાથી હરસની પીડા માટે છે, અને ગુદા પર થતા ચીરા પણ મટે છે અને આરામ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *