Marraige Viral Video: શું તમે જાણો છો એક સમય એવો હતો જ્યારે લગ્ન બાદ મહેમાનો દુલ્હનના ગાઉન નો એક ટુકડો મેળવવા માટે ઉતાવળા થઈ જતા હતા? એવું માનવામાં (Marraige Viral Video) આવે છે કે દુલ્હનનો ડ્રેસ એ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એટલા માટે જ વિદેશમાં લગ્ન બાદ લોકો દુલ્હનનો ડ્રેસ ટુકડાઓમાં કાપીને એકબીજા સાથે વહેંચી લે છે.
લગ્નમાં થતી વિધિઓ અને માન્યતાઓ સદીઓથી આપણા સમાજનો એક ભાગ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમયે એવો પણ હતો કે લગ્ન બાદ લોકો દુલ્હનના કપડાનો એક ટુકડો મેળવવા માટે બહુ ઉતાવળા થઈ જતા હતા. એવી માન્યતા છે કે દુલ્હનના ડ્રેસનો ટુકડો મળવાથી જીવનમાં સૌભાગ્ય આવે છે. એટલા માટે લગ્ન બાદ લોકો દુલ્હનનો ડ્રેસ કાપી પોતાની પાસે રાખી લેતા હતા.
સમય સાથે આ પરંપરામાં પણ થોડો બદલાવ થયો. હવે દુલ્હનના ડ્રેસની સાથે એક અલગથી કાપડનો ટુકડો જોડવામાં આવ્યો. લગ્ન બાદ વરરાજો આ કાપડને ડ્રેસ થી અલગ કરી મહેમાનોની ભીડ તરફ ખેંચે છે અને તેને પકડનાર વિશે કહેવામાં આવે છે કે તેના લગ્ન ખૂબ જલ્દી થશે.
આજે આ પ્રથા મુખ્ય રીતે પશ્ચિમી દેશોમાં ચાલી રહી છે. ખાસ કરી અમેરિકા અને યુરોપમાં. આ પ્રથા વારંપારી ખ્રિસ્તી લગ્નનો એક ભાગ છે. સમય સાથે આ ફેશન સ્ટેટમેન્ટમાં બદલાઈ ગઈ છે. કેના પાછળની કહાની ખૂબ જ રસપ્રદ છે.
View this p ost on Instagram
View this post on Instagram
લોકો સોશિયલ મીડિયા પર આ રીતી રિવાજો ની તસ્વીરો પોસ્ટ કરતા રહે છે
ક્યાંથી આવ્યા પરંપરા?
મધ્યકાલીન યુરોપમાં લગ્નની રાતની વિશેષ રૂપથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યાં લગ્નનું સમાપન ફક્ત સમારોહથી નહીં પરંતુ નવયુગલ ના શારીરિક સંબંધ સાથે જોડાયેલી હોય છે. લગ્નમાં સામેલ થયેલા મહેમાનો ને એ વિશ્વાસ અપાવવાની પરંપરા હતી કે લગ્ન પૂર્ણ થઈ ચૂક્યા છે. વરરાજો લગ્નની રાત્રે દુલ્હનનું કાપડ એક ડ્રેસથી અલગ કરી તેને લગ્નમાં સામેલ થયેલા મહેમાનો તરફ વહેતો હતો જેને એક ઇશારા તરીકે ગણવામાં આવે છે કે હવે લગ્ન પૂર્ણ થઈ ચૂક્યા છે.
સમય સાથે થયો બદલાવ
મોર્ડન જમાનામાં આ રિવાજની રીત બદલાઈ ચૂકી છે. લગ્નમાં કાપડ ફેંકવાની આ રીતની લોકોએ મસ્તી અને મનોરંજન નો એક ભાગ બનાવી દીધો છે. આનાથી કંઈક જુદા જ અંદાજમાં કરવામાં આવી રહ્યું છે. હવે વરરાજો દુલ્હનના પગ પાસેથી કપડું ફાડી પોતાના કુંવારા મિત્રો તરફ ભીડમાં ફેંકે છે. અને જે છોકરાના હાથમાં એ વસ્ત્ર આવે છે તેના વિશે એવું કહેવામાં આવે છે કે હવે પછી તેના લગ્ન થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App