BIG BREAKING: અહિયાં આવ્યો અત્યાર સુધીનો સૌથી ભયંકર ભૂકંપ- 1 મહિલા અને 6 બાળક સહિત એકસાથે આટલા લોકોનાં મોત

પાકિસ્તાન: ગુરુવારે સવારે 3.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન(Pakistan)માં બલુચિસ્તાન પ્રાંતના હરનેઈ(Harnei in Balochistan province) વિસ્તારમાં ભૂકંપના આંચકા(Earthquake tremors) અનુભવવામાં આવ્યા હતા. આ ભુકંપમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમાં એક મહિલા અને 6 બાળકનો સમાવેશ થાય છે. આ દરમિયાન લગભગ 200 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6 આંકવામાં આવી છે. US જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે , ભૂકંપનું કેન્દ્ર જમીનથી 20.8 કિમી નીચે હોવાનું સામે આવ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અંગે બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યો છે. આમાં હજુ મૃત્યુઆંક વધારે થઇ શકે છે.

સરકારી અધિકારીઓએ આ અંગે કહ્યું હતું કે, ભૂકંપને કારણે દીવાલ ધરાશાયી થતાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ આંચકા સિબી, પિશિન, મુસ્લિમ બાગ, સૈફલ્લાહ કાચલક કિલ્લા, હરનઈ અને બલુચિસ્તાન અને ક્વેટાના આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હોવાનું હાલ જાણવા મળ્યું હતું. ત્યારબાદ, ઘણા વિસ્તારોમાં લોકો તેમના ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા.

સુહેલ અનવર શાહીને જે સ્થાનિક ડેપ્યુટી કમિશનર છે તેને જણાવ્યું હતું કે, અહીં કોલસાની ખાણોમાં કામ કરતા ઓછામાં ઓછા 4 લોકો ત્યાં ફસાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, હરનઈ અને શહરાગ શહેરોમાં દીવાલો અને મકાનોની છત ધરાશાયી થતાં ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ભૂકંપમાં ડઝનબંધ ખાનગી અને સરકારી ઇમારતોને ભારે નુકસાન થયું હતું. આ વિસ્તારોમાં મૃત્યુઆંક વધારે થઇ શકે છે. આ દરમિયાન હરનઈની તમામ હોસ્પિટલોમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી રહી છે. ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર મૂકવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *