સમગ્ર દેશમાંથી તેમજ રાજ્યમાંથી અવારનવાર દેહવ્યાપારની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.ખાવાની ચીજ-વસ્તુઓને લેવા માટે ટીનેજર છોકરીઓ માત્ર 22 રૂપિયા સુધીમાં દેહવ્યાપાર કરી રહી છે તથા કેટલી સારી પરીસ્થિતિમાં છોકરીઓ માત્ર 70-80 રૂપિયા માટે પણ આવું કામ કરી રહી છે.
આવાં હાલ છે દક્ષિણ આફ્રિકાનાં કેટલાંક વિસ્તારોમાં. જ્યાં ખાવાની સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે.રાઇટર્સનાં મત પ્રમાણે માનવીય આધાર પર લોકોને સહાય પહોંચાડવાવાળી સંસ્થા વર્લ્ડ વિઝને જણાવતાં કહ્યું છે કે, ભૂખથી જીવ બચાવવાં માટે એંગોલામાં માત્ર 12 વર્ષ સુધીની છોકરીઓ અંદાજે માત્ર 30 રૂપિયામાં પણ દેહવ્યાપાર કરી રહી છે.
યુનાઇટેડ નેશન્સનું જણાવવું છે કે, દક્ષિણ આફ્રિકામાં કુલ 4.5 કરોડ લોકો ભૂખની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ભૂખમરાની પાછળ દુષ્કાળ, પૂર તથા આર્થિક પરિસ્થિતિને જવાબદાર ગણવામાં આવી રહી છે.વર્લ્ડ વિઝનનુ જણાવવું છે કે, એનાં સ્ટાફે જોયેલું છે કે એંગોલા તથા ઝિમ્બાબ્વેમાં દેહવ્યાપાર કરનારી છોકરીઓની સંખ્યામાં વધારો થયેલો છે તથા સંકટને લીધે બાળલગ્નનો ખતરો પણ સતત વધી રહ્યો છે.
અંગોલામાં વર્લ્ડ વિઝનનાં ડાયરેક્ટર રોબર્ટ બુલ્ટને જણાવતાં કહ્યું કે,બની શકે છે કે અહીંયા છોકરીને શારીરિક સંબંધ બાંધવા માટે માત્ર 72 રૂપિયા એટલે કે ત્યાની સ્થાનિક મુદ્રામાં કુલ 500 કવાંઝા મળે છે અથવા તો માત્ર 29 રૂપિયા પણ મળી શકે છે.
રોબર્ટએ જણાવતાં કહ્યું હતું કે, છેલ્લા માત્ર 1 જ વર્ષમાં અંગોલામાં અનાજની કિંમત કુલ 2 ગણી થઈ ગઈ છે. જેને લીધે લોકોને એની ખરીદી કરવાંમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આગળનો પાક જૂન માસથી પહેલા ન પાકે એટલા માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.કેર ઇન્ટરનેશનલ સંસ્થાએ પણ જણાવતાં કહ્યું છે કે, માત્ર 14 વર્ષની છોકરીઓ પણ દેહવ્યાપાર કરી રહી છે. સંસ્થાની રીજનલ જેન્ડર એક્સપર્ટ એવરજોય મહુકુ જણાવતાં કહ્યું હતું કે, ઘણીવાર તો છોકરીઓને માત્ર 22 રૂપિયા જ મળે છે.
એક્શન એડનાં રીજનલ એડવાઈઝર ચિકોંડી ચબવુતાએ જણાવતાં કહ્યું હતું કે, મલાવી તેમજ મોઝામ્બિકમાં પણ છોકરીઓ તેમજ મહિલાઓને નાછૂટકે દેહ વ્યાપાર કરવો પડી રહ્યો છે.આફ્રિકાનાં ઘણાં ભાગોમાં વર્ષ 1981 પછી અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. યુનાઇટેડ નેશન્સનું જણાવવું છે કે, આની પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en