આ કારણે કોંગ્રેસ સેવાદળના કાર્યકર વેવાઈ સાથે જ ભાગી ગયા હતા- બનાવ્યો હતો આ માસ્ટરપ્લાન

એક યુવક અને યુવતી પ્રેમમાં પડ્યા, આખા પરિવારને તેની જાણ થઈ. એક જ સમાજના હોવાથી વેવિશાળ ગોઠવાયું. ધામ-ધૂમથી સગાઈ થઈ અને હવે લગ્ન આડે થોડાક દિવસ જ બાકી હતા ત્યાં મોટો ધડાકો થયો. વરરાજાના પિતા અને કન્યાની માતા એક દિવસના અંતરે જ પોતપોતાના ઘરેથી લાપતા થઈ ગયા. ખણખોદ કરતા ખબર પડી કે વેવિશાળ નક્કી કરવાની મિટિંગમાં એકબીજાને જોતાં જ વેવાઈ-વેવણ વચ્ચેનો વર્ષો જૂનો પ્રેમ ફરી તાજો થયો એટલે બંને પોતાની પ્રીતને પાંગરવા દેવા થઈને ભાગી ગયા હતા.

ઘરેથી ભાગીને બંને 16 દિવસ સુધી બહાર રોકાયા પછી એક સાથે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. વેવાણને તેના પતિએ ન સ્વીકારતા હાલ તેને પીરમાં પિતાના ઘરે રહેવાનો વારો આવ્યો છે. મળેલ માહિતી અનુસાર 26 જાન્યુઆરીના રોજ વેવાણ નવસારીના પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી અને વેવાઈ કડોદરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. વેવાઈએ કડોદરા પોલીસ સ્ટેશનમાં એક નિવેદન આપ્યું હતું. વેવાઈએ કડોદરા પોલીસ સ્ટેશનમાં આપેલા નિવેદનમાં વેવાણને ભગાડવાનું કારણ અને વેવાણને કઈ રીતે ભગાડી હતી તે બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી.(તસવીરો: સોશિયલ મીડિયા મારફતે)

વેવાઈ એટલે કે અશોકે નિવેદનમાં જણાવ્યું હતું કે, તે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો હતો ત્યાંરે તેની સામેની બિલ્ડીંગમાં વેવાણ એટલે કે રાધિકા રહેતી હતી. તે સમયે બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી. મિત્રતા થયા પછી બંને અલગ-અલગ જગ્યા પર મળતા પણ હતા. ત્યારબાદ રાધિકાના લગ્ન નવસારીમાં થઇ ગયા અને બીજી તરફ અશોક લગ્ન પણ થઇ ગયા. લગ્ન થઇ ગયા પછી બન્ને એકબીજાના સંપર્ક ન હોતા.

લગ્નના થોડા વર્ષો પછી અશોકે રાધિકાને મામાને ત્યાં લગ્ન પ્રસંગમાં જોઈ અને ત્યારબાદ બંને વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઇ ગઈ હતી. મિત્ર તરીકે થોડી વાતચીત થયા પછી બંનેએ પોતાના દીકરા અને દીકરીની સગાઇ કરવાનું નક્કી કર્યું હતું. દીકરા અને દીકરીની સગાઇ પછી રાધિકાના પતિ એક સંબંધીના કહેવાથી શંકા રાખીને સગાઇ તોડવાનો પ્રયાસ કરતા હતા. સગાઇ તૂટવાના કારણે સમાજના બદનામી થવાના ડરથી બંનેએ ઘર છોડીને ચાલ્યા જવાનું નક્કી કર્યું.

અશોક અને રાધિકાએ 10 જાન્યુઆરીના રોજ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. અશોક કોઈને કહ્યા વગર 10 જાન્યુઆરીના રોજ પોતાનું બુલેટ લઇને નવસારી ચાલ્યો ગયો હતો અને નવસારીથી વેવાણ રાધિકાને લઇને કડોદરા આવ્યો હતો અને ત્યારબાદ કડોદરામાં એક પાનના ગલ્લા પર બુલેટ મુકીને બંને બસમાં વડોદરા ગયા, ત્યારથી દાહોદ અને પછી ઉજ્જૈન પહોંચ્યા હતા.(તસવીરો: સોશિયલ મીડિયા મારફતે)

ઉજ્જૈનમાં બંને એક ગેસ્ટહાઉસમાં 16 દિવસ રોકાયા હતા. ત્યારબાદ બંને પરત આવી ગયા હતા. વેવાઈ અશોકની સામે ગુમ થવાની અરજી કડોદરા પોલીસ સ્ટેશનમાં થવાથી તે કડોદરામાં હાજર થયો હતો અને વેવાણ રાધિકાની સામે નવસારીના પોલીસ સ્ટેશનમાં અરજી થવાથી તે ત્યાં હાજર થઇ હતી.

લેખમાં આવેલા તમામ નામો બદલવામાં આવ્યા છે, જેની આપ સૌ ખાસ નોંધ લેશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *