ચોમાસાની મજા માણવા માટે આજે જ ઘરે આ રીતે બનાવો રીંગણનું સ્વાદિષ્ટ અથાણું  

છેલ્લા બે દિવસથી ચોમાસાની ઋતુ શરૂઆત થઈ ચુકી છે. આ ઋતુમાં લોકો ભોજનમાં અનેક વાનગીઓનો સમાવેશ કરતાં હોય છે. ચોમાસાની ઋતુમાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે…

છેલ્લા બે દિવસથી ચોમાસાની ઋતુ શરૂઆત થઈ ચુકી છે. આ ઋતુમાં લોકો ભોજનમાં અનેક વાનગીઓનો સમાવેશ કરતાં હોય છે. ચોમાસાની ઋતુમાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ આજે અમે આપની માટે એક એવી વાનગી લઈને આવ્યા છીએ કે, જેને જોઈ તમને નવાઈ લાગશે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બજારમાં રીંગણ મળવા લાગે છે. જે ખુબ સ્વાદિષ્ટ હોય છે.

અથાણું બનાવવા માટેની સામગ્રી :
અથાણું બનાવવાં માટે 1 કિલો રીંગણ, 100 ગ્રામ આદુ અને લીલા મરચાં, 200 ગ્રામ ખાંડ, લસણ 50 ગ્રામ, લાલ મરચું, મીઠું, જીરું, વરીયાળી, 50 ગ્રામ આંબલી, 400 ગ્રામ તેલ, 50 ગ્રામ રાઈનાં કુરિયાની જરૂર પડશે.

અથાણું બનાવવા માટેની રીત :
રીંગણને ધોઈ, ઉભા મધ્યમ લાંબા ચીરાઓ કરીને, મીઠાના પાણીમાં ડૂબાડી રાખો. આદુ તથા મરચાંની પણ લાંબી ચીરીઓ કરીને લસણનાં નાના ટૂકડા કરવાં. રીંગણના ટૂકડા મીઠાના પાણીમાંથી કાઢીને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ચીરીને ગરમ તેલમાં એવી રીતે તળો કે, જેથી એની કાપેલી સપાટી કથાઈ રંગની થઈ જાય આદુ મરચા તેમજ લસણના ટૂકડા પણ તળી લો.

રીંગણમાં આદુ, મરચાં તથા લસણના ટૂકડા અને બાકીનો મસાલો ઉમેરીને આંબલીનું પાણી સરખી માત્રામાં ઉમેરીને છેલ્લે વિનેગાર ઉમેરી બરણીમાં ભરી લો. આ અથાણુ સમગ્ર વર્ષ દરમિયાન સારૂ રહે છે. તમે ક્યારેક શાક ન હોય ત્યારે આને પણ ખાઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *