ગુજરાત રાજ્યમાં અવર-નવાર અનેક જગ્યાઓથી ગેરકાયદેસર ચાલતા કૂટણખાનાના પર્દાફાશ થતો હોય છે, ત્યારે ડીસામાંથી એક કૂટણખાનું ઝડપાયું છે. કોરોનાકાળ વચ્ચે પણ બનાસકાંઠામાં આવેલ ડીસા DySP સહિત દક્ષિણ પોલીસની ટીમે શહેરમાંથી કુટણખાનું ઝડપી પાડ્યુ છે.
DySP ઓઝાને મળેલ બાતમી મળી જેના આઘારે પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલી મોટી કાર્યવાહી કરી છે. શહેરના એક ફ્લેટમાં ચાલતાં કુટણખાનામાં પહોંચી પોલીસે મુખ્ય આરોપી પતિ-પત્નિ અને અન્ય 2 ગ્રાહકો સહિત કુલ 4 વ્યક્તિને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી પતિ-પત્નિ ભાડાના ફ્લેટમાં કુટણખાનું ચલાવતાં હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે.
રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. આ તરફ ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ આર.ઓઝાને ચોક્કસ બાતમી મળી હતી કે, ડીસા શહેરના લાટી બજાર રોડ પરના એક ફ્લેટમાં કુટણખાનુ ચાલી રહ્યુ છે. જેથી ડીસા દક્ષીણ PI વાય.એમ.મિશ્રા અને PSI ટી.એચ.પરમાર સહિતની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી હતી. જેમાં ડમી ગ્રાહક મોકલ્યાં બાદ પંચ દ્રારા ઇશારો થતાં જ પોલીસે રેઇડ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે કાર્યવાહી દરમ્યાન ફ્લેટમાંથી કુટણખાનું ચલાવનાર પતિ-પત્નિને ઝડપી પાડ્યા હતા. જેમાં શહેરના ઇન્દીરાનગરમાં રહેતાં બાબુભાઇ હેમાભાઇ પરમાર અને રાધાબેન બાબુભાઇ પરમાર ફ્લેટ ભાડે રાખી કુટણખાનુ ચલાવતાં હતા. આ સાથે કિશનજી ચેનજીજી ઠાકોર અને પ્રવિણભાઇ રતાભાઇ પરમાર ડમી ગ્રાહક બનીને આવ્યા હોવાનું સામે આવ્યુ છે.
આરોપી પતિ-પત્નિ એક ગ્રાહક દીઠ રૂ.500 લેતાં હોવાનું પણ તપાસમાં ખુલ્યુ છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ.3,000 અને મોબાઇલ ફોન નંગ-3, કિ.રૂ.6,000 મળી કુલ કિ.રૂ.9,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ચારેય આરોપીઓ સામે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 4, 5, 6, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.