ગુજરાત સરકાર સૂડી વચ્ચે સોપારી: રખડતા ઢોર પકડવા હાઇકોર્ટનો આદેશ બીજી તરફ માલધારીઓના આંદોલનનો ડર

રખડતા પશુ બાબતે અમદાવાદ શહેરમાં હાલ મોટી સમસ્યા દેખાઈ રહી છે. અમદાવાદ જ નહીં સુરત રાજકોટ ભાવનગર સહિતના શહેરોમાં પણ રેઢીયાર ઢોર નો ત્રાસ લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે. એક તરફ સરકાર માલધારીઓથી ડરી જઈને પશુ નિયંત્રણ કાયદો પાછો ખેંચી ચૂકી છે. ત્યારે બીજી તરફ હાઇકોર્ટ દ્વારા રખડતા પશુ મુદ્દે ફરી એકવાર આકરૂ વલણ રાખવામાં આવ્યું છે.

બે દિવસ અગાઉ જ એક પરિવાર ઘરનો મોભી ગુમાવ્યો છે. જેનું કારણ રખડતા ઢોર હોવાનું સામે આવતા અમદાવાદની કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવ વદ નો ગુનો નોંધ્યો છે અને ગુજરાતમાં કદાચ પ્રથમ વખત ઢોરના કારણે થયેલા અકસ્માતમાં જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાના સન્માનમાં હાઇકોર્ટ દ્વારા તંત્રને 17 ઓક્ટોબર સુધી શહેરમાં રખડતા પશુ પકડવા મનપાને આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને 24 કલાકમાં જ રખડતા પશુ પકડી પાડવાની કામગીરી કરવા માટે તમામ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે.

હાઇકોર્ટના હુકમ બાદ ગુજરાત ભરમાં મહાનગરપાલિકાઓ પણ ટીમ બનાવીને રખડતા પશુઓને પાંજરે પુરવા પ્રયત્નશીલ રહેશે, ત્યારે હવે ફરી એકવાર પોતાને પશુપાલક ગણાવતા દૂધના ધંધેદારીઓ બીજાના જીવ જોખમમાં મુકતા પશુઓને રોડ પર રખડતા અટકાવે છે કે ગુંડાગીરી કરીને તંત્રની કામગીરીને ખોરવે છે, તે જોવું રહ્યું. ત્યારે હવે ગુજરાત સરકારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. એક તરફ હાઇકોર્ટની ફટકાર છે તો બીજી તરફ માલધારીઓના વિરોધનો ડર..

તાજેતરમાં જ નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું.  ભાવિન પટેલને મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરએ અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું. જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી. ત્યારે મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *