ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ(Kidney Hospital)માં સારવાર લઈ રહેલા માસૂમ બાળકોએ જણાવતા કહ્યું છે કે, અમારે જીવવું છે અમને કીડની આપો. બાળકો આ માંગ સાથે કિડની હોસ્પિટલના ડોકટરોને મદદ માટેની પુકાર લગાવી રહ્યાં છે.
દેશમાં સૌથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પિટલમાં:
આપણે સૌ જાણીએ છીએ કે, કિડનીએ જીવિત રહેવા માટે શરીરનું જરૂરી અંગ ગણવામાં આવે છે અને કીડનીની ભીખ હવે માસુમ બાળકો માંગી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી કિડની હોસ્પિટલમાં 80 જેટલા બાળકો કિડનીની મદદની રાહ જોઈ બેઠા છે.
આ 80 માસૂમોની કિડની ફેલ થઇ જતા તેવો કિડની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર કરી ડોકટરો તેમને જીવીત રાખી રહ્યાં છે. કિડની હોસ્પિટલના ડાયરેક્ટ ડૉ.વિનીત મિશ્રાના જણાવ્યા અનુસાર, દેશમાં સૌથી વધુ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ કિડની હોસ્પિટલમાં કરવામાં આવે છે અને ડોકટરો દ્વારા માસૂમ બાળકોના જીવ બચાવવામાં આવી રહ્યાં છે.
80 બાળકોની કિડની ફેલ થતા હાલમાં છે હોસ્પિટલમાં સારવાર હેઠળ:
પરંતુ હાલ 80 જેટલા બાળકોની કિડની ફેલ થવાને કારણે તેમણે હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડૉ. વિનીત મિશ્રા – ડાયરેકટર કહ્યું છે કે, હું બે હાથ જોડીને અપીલ કરું છું કે આ 80 માસૂમ બાળકોને બચાવવા માટે અંગદાન કરવું જરૂરી છે જેથી આ માસૂમ બાળકોને આપડે બચાવી શકીએ.
હાલમાં કિડની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ બાળકોને બચાવવા માટે સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અમદાવાદની કિડની હોસ્પિટલ દ્વારા દેશમાં સૌથી વધુ બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહી છે. જેના દ્વારા અનેક માસૂમ બાળકોના જીવ બચ્યા છે. પરંતુ હાલ કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 80 બાળકોને બચાવવા ખુબ જ જરૂરી છે. જેના માટે કિડની મળે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.