ઓગસ્ટ મહિનામાં બેરોજગારીએ રેકોર્ડ તોડ્યો, પાછલા 3 વર્ષોમાં સર્વોચ્ચ બેરોજગારી

ઓગસ્ટ મહિનામાં ઘણા બધા ચોકાવનારા ખુલાસા થયા છે. ઓગસ્ટ મહિનામાં જ GDP નો ચિંતા જનક આંકડો આવ્યો. બેરોજગારીને લઈને પણ ચોકાવનારો ખુલાસો થયો છે. સેન્ટર ફોર મોનીટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા અનુસાર ઓગસ્ટમાં 8.4 ટકા બેરોજગારી દર પાછલા ત્રણ વર્ષોમાં સૌથી વધુ રહ્યો છે. સીએમઆઈઈએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, જૂલાઈમાં 7થી 8 ટકાની સરખામણીએ ઓગસ્ટમાં સાપ્તાહિક બેરોજગારી દર 8થી 9 ટકા વચ્ચે રહ્યો. એજેન્સીએ જણાવ્યું કે, સપ્ટેમ્બર 2016 પછી બેરોજગારીનો આ દર સૌથી વધારે છે.

મોદી સરકાર સત્તામાં આવી 2 ત્યારે કરોડ રોજગારી આપવાના વાયદાઓ કર્યા હતા. રોજગારી વધારવા સ્કીલ ઇન્ડિયા ,સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ જાહેર કરી હતી. પરંતુ દેશની બેરોજગારીની સ્થિતિ જોતા આ યોજનાઓ અસફળ નિવડેલી જણાય છે.

ગામડાઓ કરતા શહેરોમાં બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. સીએમઆઈઈ અનુસાર ઓગસ્ટ 2019માં શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર 9.6 ટકા અને ગ્રામીણ ક્ષેત્રમાં 7.8 ટકા રહ્યો. એજેન્સીએ જણાવ્યું કે, પાછલા વર્ષ ઓગસ્ટની સરખામણીમાં આ વખતે ઓગસ્ટમાં ગ્રામીણ ક્ષેત્રે રોજગારી દરમાં બે ટકાની વૃદ્ધિ થઈ છે. ઓગસ્ટ 2019 સુધી ગ્રામીણ ક્ષેત્રના રોજગારી પ્રતિવર્ષે 2.9 ટકાની વૃદ્ધ થઈ, જ્યારે શહેરી ક્ષેત્રમાં આમાં 0.2 ટકાના દરથી ઘટાડો થયો.

હવે તો સત્તાધારી પાર્ટીના લોકો પણ સરકારની આર્થિક નીતિઓને વખોળી રહ્યા છે. અર્થશાસ્ત્રી અને રાજ્યસભામાં બીજેપીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દેશની મંદી પર સરકાર અને નાણા મંત્રાલયને આડે હાથે લીધુ છે અને દેશમાં આવેલી મંદી માટે ઉપાય પણ બતાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને જીડીપી ગ્રોથને 10 ટકા કરવાનો મંત્ર આપ્યો છે અને નાણા મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાને અસર વગરનો ગણાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *