મુંબઇ હુમલો (કોંગ્રેસ) UPA અને પાકિસ્તાન વચ્ચેનુ ફિક્સિંગ હતુઃ પૂર્વ અધિકારીનો સ્ફોટક દાવો

Published on: 9:04 am, Sat, 4 May 19

યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન ગૃહ મંત્રાલયના અન્ડર સેક્રેટરી રહી ચુકેલા આરવીએસ મણિ નામના અધિકારીએ સ્ફોટક દાવો કર્યો છે કે, મુંબઇ પર 2011માં થયેલો આતંકવાદી હુમલો પાકિસ્તાન અને ત્યારની યુપીએ સરકાર વચ્ચેનુ ફિક્સિંગ હતુ.

કારણકે જ્યારે મુબંઈ પર હુમલો થયો ત્યારે ગૃહ મંત્રાલયના મોટાભાગના અધિકારીઓ આતંકવાદ પરની મંત્રણા માટે ઈસ્લામાબાદમાં જ હતા. 25 નવેમ્બર,2008ના રોજ થનારી મંત્રણા અચાનક જ 26 નવેમ્બરે ગોઠવવામાં આવી હતી અને મને લખનૌ મોકલી દેવાયો હતો.

મણિએ કહ્યુ હતુ કે, હિન્દુ આતંકવાદ માત્ર કલ્પના છે. જેને જાણી જોઈને કેન્દ્ર સરકારમાં રહેલા તે વખતના નેતાઓ અને પોલીસ અધિકારીઓએ પ્રચાર કર્યો હતો અને તેના પૂરાવા ઉભા કર્યા હતા.તેનાથી સાચા આતંકવાદીઓ બચી ગયા હતા.

મણિએ આ મુદ્દા પર હિન્દુ ટેરર નામનુ એક પુસ્તક પણ લખ્યુ છે. તેના સંદર્ભમાં ભોપાલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા આ પૂર્વ અધિકારીએ કહ્યુ હતુ કે, હું બીન રાજકીય વ્યક્તિ છું.મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.