હિમાચલ, ઉત્તરાખંડ સહીત અનેક રાજ્યોમાં મેઘાએ સર્જી તારાજી – ૩૩ લોકોના મોત

હાલ હિમાચલ(Himachal) તેમજ ઉત્તરાખંડ (Uttarakhand)માં પૂર અને વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પાંચ રાજ્યોમાં 24 કલાકમાં ભારે વરસાદ(rain), પૂર(flood) અને ભૂસ્ખલન (Landslide)ના કારણે…

હાલ હિમાચલ(Himachal) તેમજ ઉત્તરાખંડ (Uttarakhand)માં પૂર અને વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પાંચ રાજ્યોમાં 24 કલાકમાં ભારે વરસાદ(rain), પૂર(flood) અને ભૂસ્ખલન (Landslide)ના કારણે 33 લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો લાપતા છે. હિમાચલમાં 22 લોકોના મોત થયા છે. સૌથી વધુ વિનાશ મંડી(Mandi), કાંગડા(Kangra) અને ચંબા (Chamba)માં થયો હતો. તે જ સમયે ઉત્તરાખંડમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા. આ સિવાય ઓડિશા (Odisha)માં ચાર, જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં બે અને ઝારખંડ (Jharkhand)માં એકનું મોત થયું છે.

મળતી માહિતી અનુસાર, હિમાચલમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે મણિમહેશ યાત્રા બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. મંડીમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે 16 લોકો કાટમાળ નીચે દટાયા હતા. જેમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં એક જ પરિવારના 8 લોકોના મોત થયા છે.

તે જ સમયે, થુનાગમાં વાદળ ફાટવાના કારણે 31 મકાનો, 60 દુકાનો, 26 ગૌશાળાઓ અને એક પુલ ધરાશાયી થયો હતો. ચંબામાં કાટમાળમાં દટાઈ જવાને કારણે ઘરમાં સૂઈ રહેલા દંપતી અને તેમના પુત્રનું મોત થયું હતું. રાજ્યના 268 માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. હિમાચલ અને ઉત્તરાખંડમાં 17 લોકો ગુમ છે.

હિમાચલ: 22 લોકોના મોત 
– સૌથી વધુ નુકસાન મંડી, કાંગડા અને ચંબામાં થયું છે. મંડીમાં 13ના મોત
– મંડીમાં એક જ પરિવારના આઠ લોકોના મોત થયા છે
– થુનાગમાં વાદળ ફાટ્યું… 26 ગૌશાળા અને પુલ સહિત 31 મકાનો અને 60 દુકાનો ધરાશાયી

ઉત્તરાખંડ: 4 લોકોએ જીવ ગુમાવ્યા
– અનેક નદીઓ વહેતી, અનેક રસ્તાઓ અને પુલ તૂટ્યા, અવરજવર અટકી… 12 લોકો લાપતા
– હેલિકોપ્ટરની મદદથી ચાર લોકોને બચાવી લેવાયા હતા
– ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 250 રસ્તાઓ બંધ

જમ્મુ-કાશ્મીરમાં પણ અકસ્માત… 2ના મોત:
– ઉધમપુર જિલ્લાના ટિકરી બ્લોકમાં એક ઘર પર પહાડનો કાટમાળ પડ્યો… આરીફ(3) અને ગની(2 મહિના)નું
મોત. એક બાળકને બચાવ્યો. અન્ય ત્રણ કાટમાળ નીચે દટાયા
– ભૂસ્ખલનને કારણે ઉધમપુર-પાંચેરી અને મોંગરી રોડ પણ બંધ છે

પરિવારના આઠ સભ્યોની એકસાથે અર્થી ઉઠી:
નાચનની ગ્રામ પંચાયત કશાનના ઝડોણ ગામમાં પ્રધાન ખેમ સિંહના ઘરમાં એવો પહાડ પડ્યો કે, આખો પરિવાર કાયમ માટે સૂઈ ગયો. સૌથી પહેલા ખેમ સિંહના ભાઈ ઝાબેરામની પત્ની અને બે બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. રાહતકર્મીઓએ માતાની આસપાસ લપેટાયેલા બાળકોના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢતાં લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ પછી ખેમ સિંહ, તેની પત્ની, બે પુત્રો અને સસરાના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ રીતે એક જ પરિવારના 8 સભ્યોની એક સાથે અર્થી ઉઠી હતી.

બ્રિટિશ કાળનો રેલવે બ્રિજ ધરાશાયી થયો:
1929માં, કાંગડાના ચક્કી ખાડ ખાતે અંગ્રેજોએ બનાવેલ રેલ્વે પુલના ત્રણ થાંભલા સંપૂર્ણપણે તૂટી પડ્યા હતા. ત્રણ NH બંધ થવાને કારણે મોડી રાતથી ટ્રેનોમાં સેંકડો મુસાફરો ભૂખ્યા અને તરસ્યા અટવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *