હિના ખાન(Hina Khan) સિમ્પલ અને સુંદર છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હિનાએ ઈન્સ્ટાગ્રામ પર સુંદર રીતે પોતાની તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું ‘કાશ્મીર કી કલી’. હિનાની આ સ્ટાઇલે ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું.
હિના ખાન દરેક પ્રકારના આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગે છે. હિનાની સુંદરતા તમામ પ્રકારના ટ્રેડિશનલ અને મોર્ડન ડ્રેસમાં જોવા મળે છે.
જ્યારે હિના ખાને પિંક કલરની કુર્તી અને યલો કલરના શરારા સાથે ગ્રીન કલરના દુપટ્ટામાં તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ત્યારે ચાહકોની સ્ટાઈલ કાવ્યાત્મક બની ગઈ.
હિના ખાને ગુલાબી કલરની ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળી શોર્ટ કુર્તી પહેરી છે. આ સાથે પીળા કલરની શરારા મેચ કરવામાં આવી છે. મોટી earrings સાથે તેની સુંદરતાને ચાર ચાંદ લગાવ્યા છે.
હિના ખાને તેના ડ્રેસ સાથે ફ્લોરલ બ્લોક પ્રિન્ટ ઓર્ગેન્ઝા ફેબ્રિક વાળો દુપટ્ટો લીધો છે. હિનાના દુપટ્ટાને લહેરાવતી કાતિલાના સ્માઈલ જોઈને ચાહકો તેને ‘પ્રીટી’ કહીને બોલાવી રહ્યા છે.
હિનાની સુંદરતા જોઈને એક પ્રશંસકે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘તમે આટલા બધા તૈયાર કેમ થાવ છો, મારી નજર તમને જોતા-જોતા કમજોર ન થઇ જાય!’
હિના ખાને ભલે આ તસવીરો શેર કરીને પોતાને ‘કાશ્મીરની કળી’ ગણાવી હોય, પરંતુ ચાહકો તેને ‘બ્યુટીફુલ કલી’ કહી રહ્યા છે.
હિના ખાને અલગ-અલગ પોઝ આપીને ફોટોશૂટ કરાવ્યું છે. હિનાએ ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાની ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.