pakistan: સના રામચંદ ગુલવાની (Sana Ramchand Gulwani) પાકિસ્તાન (Pakistan) ની પ્રથમ હિન્દુ મહિલા અધિકારી બની છે. સિંધ પ્રાંતના શિકારપુર શહેરમાં ઉછરેલી, ગુલવાની યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપતા પહેલા તેના માતાપિતાની ઇચ્છા પૂરી કરવા માટે ડૉક્ટર બની હતી. તેમણે એટોક જિલ્લાના હસન અબ્દાલ નગરના આસિસ્ટન્ટ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર તરીકેનો પદભાર સંભાળ્યો છે.
પાકિસ્તાનની એક હિન્દુ મહિલાએ ઈતિહાસ રચ્યો છે. સના રામચંદ ગુલવાનીએ પાકિસ્તાનની પ્રથમ મહિલા જાહેર સેવક (First Pak Hindu Woman Civil Servant) બનીને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનની પ્રથમ પાક હિંદુ મહિલા સિવિલ સર્વન્ટ, ડૉ. સના હાલમાં પંજાબ પ્રાંતના હસન અબ્દાલ શહેરમાં આસિસ્ટન્ટ કમિશનર (Assistant Commissioner) અને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત છે.
ડૉ. સના રામચંદ ગુલવાની (27) સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસ (CSS) પરીક્ષા 2020માં પાસ કર્યા પછી પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (PAS) માં જોડાયા. એવું કહેવામાં આવ્યું હતું કે તેણે તેના પ્રથમ પ્રયાસમાં જ સફળતા મેળવી હતી.
‘ડૉન’ અખબાર અનુસાર, સના ગુલવાનીએ એટોક જિલ્લાના હસન અબ્દાલ નગરના સહાયક કમિશનર અને પ્રશાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે જણાવ્યું હતું કે ગુલવાનીએ પ્રથમ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે સના હિંદુ સમુદાયની પ્રથમ પાકિસ્તાની મહિલા છે જેણે ભાગલા પછી સિવિલ પરીક્ષા પાસ કરી છે.
તમને જણાવી દઈએ કે સના ગુલવાની સિંધ પ્રાંતના શિકારપુર શહેરમાં મોટી થઈ છે. ગુલવાની આ પહેલા ડોક્ટર બની ચૂકી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં જોડાતા પહેલા તે તેના માતા-પિતાની ઈચ્છા પૂરી કરવા માટે ડોક્ટર બની હતી.
સના રામચંદ્ર ગુલવાનીએ પોતાની પરીક્ષા પાસ કર્યા પછી કહ્યું, “મને ખબર નથી કે હું સિવિલ પરીક્ષા પાસ કરનારી પ્રથમ હિંદુ મહિલા છું કે નહીં, પરંતુ મેં ક્યારેય મારા સમુદાયની કોઈ મહિલા સિવિલ પરીક્ષામાં હાજર હોય તેવું સાંભળ્યું નથી.” સના ગુલવાની આસિસ્ટન્ટ કમિશનર બન્યા બાદથી પાકિસ્તાની મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.