કિશન ભરવાડ હત્યા કેસના સમગ્ર ગુજરાતમાં પડઘા- હિંદુ સંગઠનો દ્વારા આજે આ તાલુકામાં સજ્જડ બંધનું એલાન

અમદાવાદ(Ahmedabad): ધંધુકા(Dhandhuka)માં ધોળા દિવસે 25મીએ બે બાઇક સવારોએ કિશન ભરવાડ(Kishan Bharvad) નામના યુવક પર જાહેરમાં ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાના પડઘા…

અમદાવાદ(Ahmedabad): ધંધુકા(Dhandhuka)માં ધોળા દિવસે 25મીએ બે બાઇક સવારોએ કિશન ભરવાડ(Kishan Bharvad) નામના યુવક પર જાહેરમાં ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડી રહ્યા છે.

હિન્દુ સંગઠન(Hindu organization) દ્વારા કિશન ભરવાડની હત્યાના આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે 30મીને રવિવારે એટલે કે આજે બરવાળા(Barwala) શહેરમાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધના એલાનમાં સહકાર આપવા સંગઠન વતી અપીલ કરવામાં આવી હતી. અગાઉ બરવાળામાં હિંદુ સંગઠન દ્વારા 28 જાન્યુઆરીએ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સંગઠનોના આગેવાનો, વેપારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સોમવારે એટલે કે ગઈકાલે માંડલ(Mandal)માં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

માંડલમાં મૌન રેલીનું કરવામાં આવ્યું આયોજન:
સોમવારે માંડલ શહેરમાં મૌન રેલી કાઢવામાં આવશે. ધંધુકામાં ધોળા દિવસે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે મામલતદારને આવેદનપત્ર આપવાનું આયોજન છે. સોમવારે બપોરે 2.30 કલાકે ખંભાલાય માતા ચોકથી મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ગઈ કાલે બાવળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું:
હિન્દુ યુવા વાહિની, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના નેતાઓએ શનિવારે એટલે કે ગઈકાલે બાવળા સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનમાં બાવળાના નાના-મોટા વેપારીઓને સહકાર આપવા જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ વિરમગામ કોઠારી બાગથી તાલુકા સેવાસદન સુધી રેલી યોજવામાં આવી હતી અને વિરમગામ તાલુકા સેવા સદન ખાતે વિરમગામ મામલતદાર અને પ્રાંત કચેરી પર વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજ દ્વારા સંયુક્ત રીતે ધંધૂકા શહેરમાં કિશન ભરવાડની ઘટના બાબતે વિરોધ વ્યક્ત કરી સદર કેસમાં આંતકવાદવિરોધી ધારો લગાવી હુમલાખોરો વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તે પ્રકારની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની 7 ટીમો તપાસમાં લાગી:
અમદાવાદ ગ્રામ્ય પોલીસની 7 ટીમો આ મામલાની તપાસમાં લાગેલી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATS પણ મૌલવીને શોધી રહી છે. એવું પણ સામે આવ્યું છે કે ઇસ્લામિક સંગઠનની સાથે યુવાનોને પણ ઉશ્કેરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાનના 3 થી 4 સંગઠનોના નામ સામે આવ્યા છે. આજે ગ્રામ્ય પોલીસ જમાલપુરના મૌલવીને કોર્ટમાં રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *