સુરત શહેરમાં વધુ એક વાર લગનની લાલચ આપી 16 વર્ષની કિશોરીને અપહરણ કરી અમદાવાદ હોટલમાં લઇ ગયો હતો. જ્યાં બળજબરી પોતાની હવસ નો શિકાર બનાવી હતી. માત્ર એટલું જ નહીં પ્રેમિકા ને ખુશ કરવા અને રૂપિયા ખૂટી જતા જે જગ્યા ઉપર પેહલા કામ કરતો હતો તે પૂર્વ હીરાના કારખાનામાં 7 લાખ થી વધુ હીરાની ચોરી કરી હતી.
સુરત શહેરના વરછા વિસ્તારમાં આવેલી માતૃ શક્તિ સોસાયટી માં રહેતા હિરલ જયસુખ ભાઈ શિરોયા પોતે પરણિત હોઈ અને તેણે તેની પત્નીને કોઈ કારણસર છુટા છેડા આપી દીધા હતા. ત્યારે બાર તે સોશયલ મીડિયા માં અવાર નવાર યુવતીઓ સાથે ચેટિંગ કરતો ત્યાં જ તે વરાછા વિસ્તારમાં રહેતી 16 વર્ષય કિશોરી સોશ્યલ મીડિયા થકી તેને સંપર્ક માં આવી અને આ નરાધમ મીઠી મીઠી વાતો કરી તેને પ્રેમ જાળ માં ફસાવી દીધી હતી.
ત્યાર બાદ તેને લગન ની લાલચ આપી સુરત થી લક્ઝરી બસમાં અમદાવાદની એક હોટલમાં લઇ ગયો જ્યાં હોટલમાં તેણે અવાર નવાર તેની સાથે લગન થઈ ગયા હોઈ એવું કહી તેની પર દુષ્કર્મ આચારુ હતું. જોકે, ત્યારબાદ થોડા દિવસમાં રૂપિયા ખૂટી જતા અને કિશોરીને મોજ શોખ કરાવા તેણે જે જગ્યા ઉપર પેહલા કામ કરતો હતો તે પૂર્વ હીરાના કારખાનામાં 7 લાખ થી વધુ હીરાની ચોરી કરી હતી.
આ સમગ્ર ઘટના અંગે પોઈસ ફરિયાદ નોંધાતા આરોપી હીરલની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. જોને આ દરમિયાન તેમનો વધુ એક કાંડ બહાર આવ્યો હતો. છોકરીને લઈને ભાગી ચૂકેલ હિરલ પાસે પૈસા ખૂટી પાડતા તે અગાઉ જ્યાં કામ કરતો હતો તે જ હીરાના કારખાનામાં તેમણે ચોરી કરી હતી. જેમના હાથ પર ચિત્રાવેલું ટેટુને આધારે કારખાના માલિકે તેમની ઓળખ કરી હતી.
હિરલ સિરોયા પહેલા વરાછાના મીની બજારમાં આવેલ એક હીરાના કારખાનામાં કામ કરતો હતો. તેને બે મહિના પહેલા તેમને ચોરી કરવાના આક્ષેપમાં તેમને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યો હતો. યુવકને ખબર હતી કે બપોરના સમયે હીરાના કારખાનામાં કોઈ હાજર હોતું નથી. આ સમયનો ફાયદો ઉઠાવીને કારખાનાનું તાળું તોડીને સાત લાખ રૂપિયાની હીરાની ચોરી કરી લીધી હતી.
હિરલે આ ચોરી કરેલા ચાર લાખના હીરા વહેચી પણ દીધા હતા. જેનાથી તેના માથે જે દેવું હતું તેમને ખતમ કરવા માંગતો હતો. જયારે આ ચોરીનો મામલો વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલ કારખાનેદારે સીસીટીવીમાં શંકમંદ હિરલ હોઈ તેવું કહી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.
કારણ કે હાલમાં જ તેમણે છોકરીને ભગાડીને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું જેના કેસમાં પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલે હીરલને કડકાઈ રીતે પુછપરછ કરતા આ ચોરીના ગુનાને કબુલ્યો હતો. તેણે ચોરેલા હીરા પણ પોલીસે કબજે કરી લીધા હતા. ચાર લાખનો માલ વેચ્યો હતો તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.