મુંબઇમાં મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલ SUV સ્કોર્પિયો ગાડીના માલિક હીરેન મનસુખએ મોતના એક દિવસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે પોલીસ અધિકારીઓ અને પત્રકારો દ્વારા પરેશાન કરવાની વાત કહી હતી. હીરેન મનસુખ દ્વારા પોતાના પત્રમાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ગૃહમંત્રી અને પોલીસ પ્રમુખને કાયદાકીય કાર્યવાહી અને સુરક્ષાની માંગણી કરતાં લખવામાં આવ્યું કે, આ મામલામાં તેમને પોલીસના અધિકારીઓ અને કેટલાંક પત્રકારો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. જણાવી દઇએ કે, ગયા સપ્તાહે મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટક ભરેલી ગાડીના માલિક હિરેન મનસુખનો મૃતદેહ શુક્રવારના રોજ થાનેમાં એક ખાડી પાસેથી મળ્યો હતો.
હીરેન મનસુખના પરિવારનું કહેવું છે કે, તેઓ ગુરૂવારથી જ ગુમ હતા. હાલ અકસ્માતે મોતનો કેસ નોંધાયો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, કેસ મહારાષ્ટ્ર ATSને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. આની પહેલાં અનિલ દેશમુખે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ કાર હીરેન દેશમુખની ન હતી. કાર સૈમ મ્યુટેબ નામના શખ્સના નામે રજીસ્ટર્ડ છે. હીરેને આ કારના ઇન્ટિરિયરનું કામ કર્યું હતું. મનસુખ એક કાર પાર્ટસનો વેપારી છે, જેને તાજેતરમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. દેશમુખના કહેવા પ્રમાણે મનસુખે આ કારને તેના અસલી માલિકને પાછી આપી ન હતી. કારણ કે, કાર માલિકે કામ કરવાના પૈસા આપ્યા ન હતા.
આ બધાની વચ્ચે એક સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. ગુરૂવારના રોજ આ ફૂટેજમાં મનસુખ પોતાના ઘરની બહાર ફરતો દેખાઇ રહ્યો છે. 2 માર્ચના રોજ પોતાના પત્રમાં મનસુખે કહ્યું હતું કે, કેવી રીતે તેની કાર ચોરાઇ હતી અને કેવી રીતે તેને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુંબઇમાં પત્રકારોને કહ્યું કે, મુખ્ય સાક્ષીના મોતથી સંકેત મળ્યા છે કે કંઇક ગડબડ છે. તેમણે કહ્યું કે, હું માંગણી કરું છું કે આ કેસની તપાસ NIAને સોંપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ મુંબઇમાં અંબાણીના ઘર એન્ટિલિયાની નજીકથી 25મી ફેબ્રુઆરીના રોજ મનસુખની ‘સ્કોર્પિયો’ કારની અંદર જીલેટીન ભરેલ હતું. પોલીસે કહ્યું હતું કે, કાર 18મી ફેબ્રુઆરીના રોજ અરોલી-મુલુંદ બ્રીજથી ચોરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle