મેળામાંથી પરત ફરતા મળ્યું મૃત્યુ: કાર સીધી ખાડામાં પડી જતા, પાંચના નીપજ્યા કરુણ મોત 

પલાસી(Palasi): આજકાલ વધી રહેલી અકસ્માત(Accident)ની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પલાસી(palasi) પોલીસ સ્ટેશનના ડાલા(dala) ગામમાં નજીક રોડ અકસ્માતમાં મંગળવારે સવારે…

પલાસી(Palasi): આજકાલ વધી રહેલી અકસ્માત(Accident)ની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પલાસી(palasi) પોલીસ સ્ટેશનના ડાલા(dala) ગામમાં નજીક રોડ અકસ્માતમાં મંગળવારે સવારે 4 વાગે 5 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટનાની સૂચના મળતા જ પોલીસ(police) સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. કારના ચાલકે વાહન પરથી પોતાનો કાબુ ગુમાવતા ગાડી પાણી ભરેલા ખાડામાં ખાબકી હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના બાદ આસપાસ લોકોની ભીડ ભેગી થઈ હતી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. રોડ અકસ્માતના સંબંધમાં પ્રત્યક્ષિઓએ જણાવ્યું કે, કારમાંથી કેટલાક લોકો ચતુર્દર્શી મેળો જોઈ ઘરે પાછા ફરી રહ્યા હતા. ત્યારે રોડ પર ટર્નિંગ દરમિયાના ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. કારમાં 6 લોકો સવાર હતા જેમાંથી 5 લોકોના પાણીમાં શ્વાસ રુંધાવાથી મોત નીપજ્યા હતા. ત્યારે કારના ચાલક સોનૂ યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઉપરાંત, આ ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનીક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ તમામ લાશને બહાર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, પલાસીના ગેરારી ગામમં અનંત ચતુર્દર્શી મેળો લાગ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળો જોવા જાય છે. આ તમામ ત્યાંથી પરત ફરી રહ્યા હતા.

જાણવા મળ્યું છે કે, રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોખડા ગામના કલાનંજ મંડળ, ગેરારી ગામના સુનીલ કરદાર, મઝવાના સુનીલ મંડળ, ચૌરીના ધનંજય સાહ અને નવીન સાહ સામેલ છે. સૂચના મળતા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શિવપુજન કુમાર પોલીસ ટીમની સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા અને તમામના મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *