100 થી વધુ મહિલાઓ પર બળાત્કાર કરનાર જલેબી બાબાને ભગવાને જ આપી દીધી સજા

Jalebi Baba: વર્ષ 2017માં સમગ્ર દેશને હચમચાવનાર દુષ્કર્મના કિસ્સાના મુખ્ય આરોપી ઢોંગી બાબાને ભગવાને સજા આપી છે.100થી વધુ મહિલાઓને હવસનો શિકાર બનવાર જલેબી બાબા ઉર્ફે અમરપુરીનું હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે.  અમરપુર મૂળ પંજાબના માનસાનો રહેવાસી હતો.વર્ષો પહેલા તે ટોહાનામાં જલેબીની રેકડી ચલાવતો હતો. અને ત્યારબાદ જલેબી બાબા(Jalebi Baba) બની આશ્રમ પણ બનાવ્યો હતો. જે બાદ તેણે ઘણી મહિલાઓને પોતાની જળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા કેટલા સમયથી હિસારની સેન્ટ્રલ જેલ-2માં સજા ભોગવી રહેલા તોહાનાના અમરપુરી ઉર્ફે જલેબી બાબા ઉર્ફે બીલ્લુંનું મંગળવારે રાત્રે મોત નીપજ્યું છે.  

કોર્ટે 14 વર્ષની સજા ફટકારી: 
જલેબી બાબાને કોર્ટે 14 વર્ષની સજા સંભળાવી હતી. ઓક્ટોબર 2017માં ટોહાનાના જલેબી બાબાના આશ્રમમાં મહિલા શ્રદ્ધાળુંઓના આપત્તિજનક વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતોકોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.જે બાદ અમરપુરી પર લાગેલા આરોપમાં પાંચ વર્ષ સુધી કોર્ટ સુનાવણી ચાલી હતી. 10 જાન્યુઆરી 2023માં ફતેહાબાદ જીલ્લા કોર્ટે  બાબાને 10 જાન્યુઆરી 2023એ 14 વર્ષની સજા સંભળાવી હતી. એક મામલી માહિતી અનુસાર જલેબી બાબા જેલમાં રહીને ઘણા દિવસોથી બીમાર હતો. જેલમાં જ તેની સારવાર ચાલી રહી હતી.

ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો:
જેલ તંત્ર પાસેથી મળતી અનુસાર જણાવ્યા અનુસાર મંગળવારે બપોરે અમરપુરી ઉર્ફે જલેબી બાબાને છાતીમાં તકલીફ થઈ હતી. જેલ પ્રશાસન દ્વારા પહેલા હિસારના જિલ્લા નાગરિક હોસ્પિટલ અને ત્યાર બાદ અગ્રોહા મેડીકલ કોલેજ રેફર કરવામાં આવ્યો. સાંજ સુધી તેના આરોગ્યમાં સુધારો થતાં પાછો જેલ લાવવામાં આવ્યો હતો. રાત્રે અમરપુરીને પોતાની બેરેકમાં છાતીમાં દુખાવો થયો. તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્દી હતો.

તમને જણાવી દઈએ કે ઘણી અન્ય મહિલાઓ સાથે દુષ્કર્મના મામલે સાત-સાત વર્ષની સજા, આઈટી એક્ટ હેઠળ પાંચ વર્ષની સજા સંભળાવામાં આવી હતી. કોર્ટના આદેશ પર આ તમામ સજા એક સાથે ચાલતી હતી. તે બાદથી જલેબી બાબા હિસારની કેન્દ્રીય જેલ-2માં કેદ હતો. હાલ આઝાદ નગર પોલીસે મેજિસ્ટ્રેટની હાજરીમાં ડોક્ટરોના બોર્ડથી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ દરમિયાન વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવી હતી.