બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ભડભડ સળગી ઉઠયા વાહનો; 6 લોકો જીવતા ભૂંજાયા; 32ની હાલત ગંભીર

Road accident in Andhra Pradesh: આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. પાટલા જિલ્લાના ચિન્નાગંજમથી હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. ઘાયલોને સારવાર માટે ગુંટુર લઈ જવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં (Road accident in Andhra Pradesh) જોઈ શકાય છે કે બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે.

બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં આગ લાગી હતી. અથડામણને કારણે લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ કરી નાખ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકો બાપટલાથી મતદાન કરીને પરત ફરી રહ્યા હતા. હૈદરાબાદ-વિજયવાડા હાઈવે પર ચિલાકાલુરીપેટ મંડલ પાસે બસ એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.

અકસ્માત પછી તરત જ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. ઘાયલોએ જણાવ્યું છે કે, અકસ્માત સમયે બસમાં 42 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હાઇવે પર થયેલા આ ભયાનક અકસ્માતમાં ટ્રક અને બસના ચાલકનું મોત થયું હતું. બસમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો.

8 વર્ષની બાળકી સહિત 6 લોકોના મોત
આ દર્દનાક અકસ્માતમાં માર્યા ગયેલા લોકો બાપટલા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. મૃતકોમાં 35 વર્ષીય બસ ડ્રાઈવર અંજી, 65 વર્ષીય ઉપપાગુંદુર કાશી, 55 વર્ષીય ઉપાગુંદુર લક્ષ્મી અને મુપ્પરાજુ ખ્યાતી સાસરી નામની 8 વર્ષની બાળકીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાકીના બે લોકો વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી. આ અકસ્માતમાં 32 જેટલા લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને ચિલાકાલુરીપેટ નગરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. આ પછી તેને સારી સારવાર માટે મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.