દરેક લોકો જાણે છે કે, હનુમાન દાદાનો મહિમા અપરંપાર છે. આ કળિયુગમાં હનુમાન દાદા પોતાના ભક્તોની પુકાર સૌથી પહેલા સાંભળે છે. આ ઉપરાંત આ વાત પણ દરેક જાણતા જ હશે કે, હનુમાન દાદા સ્ત્રીઓને સૌથી વધુ માન આપે છે. સારંગપૂરમાં કષ્ટભંજન હનુમાન દાદા એક સ્ત્રી પર ઉભા છે. આજે અમે તમને તેના રહસ્ય વિષે જણાવી શું કે, તે સ્ત્રી કોણ છે. જે તેમના ચરણોમાં બિરાજમાન છે.
આ વાત જાણીને તમને પણ ચોકી જશો કે, તે બીજું કોઈ નહિ પણ કર્મફળ દાતા શનિદેવ છે. સારંગપૂરના હનુમાન દાદાને કષ્ટભંજન કહેવામાં આવે છે. આ પશ્ન બધાના મનમાં થતો હશે કે, શનિદેવ સ્ત્રીના સ્વરૂપમાં કેમ હનુમાન દાદાના ચરણોમાં બેઠા છે. જણાવી દઈએ કે, એક એવો સમય હતો કે જયારે શનિદેવનો પ્રકોપ ખુબજ વધી ગયો હતો. તેનાથી લોકો ખુબ જ દુઃખ અને તકલીફમાં હતા.
ત્યારે લોકોએ તેમના પ્રકોપથી બચવા માટે હનુમાન દાદાને પ્રાર્થના કરી અને પોતાના ભક્તોની પુકાર સાંભળીને હનુમાન દાદાએ શનિદેવને સજા આપવાનું નક્કી કર્યું. શનિદેવને આ વાતની જાણ થઇ તો તે હનુમાન દાદાથી બચવા માટે અનેક ઉપાયો વિચારવા લાગ્યા. શનિદેવને ખબર હતી કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે. તે સ્ત્રીઓ પર કદી હાથ નથી ઉઠાવતા.
તે વાતનો ફાયદો ઉઠાવીને તેમણે સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું અને હનુમાન દાદાના ચરણોમાં આવીને ક્ષમા માંગવા લાગ્યા. સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હોવાથી હનુમાન દાદાએ શનિદેવને કોઈ સજા કરી નહિ. જણાવી દઈએ કે, હનુમાન દાદાએ પોતના ભક્તોના કષ્ટો દૂર કર્યા હોવાથી આ મંદિરમાં બિરાજમાન હનુમાન દાદાને કષ્ટભંજન કહેવામાં આવે છે. ઉપરાંત હનુમાન દાદા અહીં આવતા ભક્તોના બધા દુઃખો દૂર કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.