Bhavnagar pilgrims dead in Rajasthan Bus Accident: ગુજરાત રાજ્યની જેમ અકસ્માતના કિસ્સા હવે દેશભરમાં વધી રહ્યા છે. હાલ રાજસ્થાનના ભરતપુર માંથી એક દુ:ખદ અકસ્માતમાં 11 લોકોનાં મોત (Bhavnagar pilgrim accident) નીપજ્યા છે.આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને પ્રશાસનના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધરો થઈ શકે છે.
આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે સવારે લગભગ 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 6 મહિલાઓ અને 5 પુરૂષો હતા. તેમાં મૃત્યુ પામેલા લોકો ગુજરાત મૂળ ભાવનગરના રહેવાસી છે.
બ્રેકડાઉનના કારણે બસ રોડ કિનારે ઊભી હતી
પોલીસના જણાવ્યા મુજબ બસ ગુજરાતનાં ભાવનગરથી મથુરા પાસે જઈ રહી હતી. ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસ અચાનક જ પલટી મારી ગઈ હતી. ડ્રાઇવર અને તેના સાથી સહિત અન્ય મુસાફરો પણ બસમાંથી નીચે ઉતરી ગયા હતા. ડ્રાઈવર અને તેના સાથી બસને એડજસ્ટ કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા.
તે દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલાં લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને 108 ને બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
રોડ પર વેરવિખેર મૃતદેહો, હાઈવે જામ
આ અકસ્માત પછી મૃતદેહો હાઈવે પર વેરવિખેર થયેલી હાલતમાં પડ્યા હતા. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને રસ્તાની એક બાજુએ રાખ્યા. સાથે જ હાઈવે પર પણ જામ થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું છે કે ઘાયલોની હાલત ખુબ નાજુક છે. જ્યારે તેઓ ભાનમાં આવશે ત્યારે તેમની પૂછપરછ પણ કરવામાં આવશે.
ધાર્મિક યાત્રા પર જતા હતા
બસના એક મુસાફરે જણાવ્યું છે કે સવારે લગભગ ચાર વાગે બસમાં થોડી સમસ્યા હતી. આથી બસ હંતારા પુલ પાસે ઊભી રહી ગઈ હતી. ડ્રાઈવર અને અન્ય એક ડીઝલ લેવા ગયા હતા અને લગભગ 10-12 મુસાફરો બસમાંથી નીચે ઉતરીને બસની પાછળ જઈને ઊભા હતા. તે દરમિયાન ઝડપથી આવતી ટ્રકે બધાને કચડી નાખ્યા હતા. મુસાફરે જણાવ્યું છે કે તેઓ મંગળવારે રાત્રે 10 વાગ્યે પુષ્કરથી રાત્રિભોજન કરીને વૃંદાવન જવા રવાના થયા હતા. બસમાં કુલ 57 જેટલા મુસાફરો સવાર હતા.
લખનપુર પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં લાલજીભાઈ (55), મયુરભાઈ (68), ભીખાભાઈ, લલ્લુભાઈ, મનજીભાઈ, અંબાબેન, કમ્બુબેન, મધુબેન, અંજૂબેન, મધુબેન ચૂડાસમા સામેલ છે. બધા જ લોકો ગુજરાતના મૂળ ભાવનગરના ડીહોરી ગામનાં રહેવાસી છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube