પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના પ્રણેતા MS સ્વામીનાથનનું નિધન, 98 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ

MS Swaminathan passed away: ભારતના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથનનું ગુરુવારે સવારે નિધન થયું છે. ચેન્નાઈમાં સવારે 11.20 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વામિનાથે 98 વર્ષની વયે દુનિયાને અલવિદા (MS Swaminathan death ) કહી દીધું. સ્વામીનાથનને ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા માનવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન બદલ 1972માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. પરંતુ દુષ્કાળ અને અકાળના કારણે વર્ષો સુધી ભારતમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ હતી. એવું માનવામાં આવતું હતું કે કૃષિપ્રધાન દેશમાં ભૂખમરાથી ક્યારેય રાહત નહીં મળે. પરંતુ MS સ્વામીનાથને દેશની આ સમસ્યાને ઓળખી અને તેનો ઉકેલ પણ શોધી કાઢ્યો હતો. એમએસ સ્વામીનાથ ઘઉંની ઉત્તમ જાત ઓળખનાર પ્રથમ વ્યક્તિ હતા. જેમાં મેક્સિકન ઘઉંની વિવિધતા હતી. આ પગલા બાદ ભારતમાં ભૂખમરાની સમસ્યાનો અંત આવ્યો હતો. થોડા સમય બાદ ઘઉંના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બન્યું. અને આ જ કારણ છે કે, સ્વામીનાથનને હરિયાળી ક્રાંતિના પિતા માનવામાં આવે છે.

કોણ હતા MS સ્વામીનાથન?
 સ્વામીનાથનનો જન્મ બ્રિટિશ રાજ દરમિયાન તામિલનાડુમાં 7 ઓગસ્ટ, 1925ના રોજ થયો હતો. મૂળ તો તેઓ જિનેટિક્સના વૈજ્ઞાનિક હતા પરંતુ તેઓ ખેતી તરફ વળ્યા અને દેશના સૌથી પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક બન્યા. અને તેમના કામની વિશ્વભરમાં પ્રશંસા થઇ. યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ દ્વારા તેમને “ફાધર ઓફ ઇકોનોમિક ઇકોલોજી” તરીકે નામ આપવામાં આવ્યું હતું.

તેમના વિશે કેટલીક ખાસ વાતો
તમને જણાવી દઈએ કે, MS સ્વામીનાથન પાસે બે ગ્રેજ્યુએટ ડિગ્રી હતી. એક પ્રાણીશાસ્ત્રમાં અને બીજું કૃષિ વિજ્ઞાનમાં. 1943માં બંગાળના દુષ્કાળનો અનુભવ કર્યા પછી, તેમણે ખેતી કરવાનું નક્કી કર્યું. 1960 માં, જ્યારે દેશ મોટા પ્રમાણમાં ખોરાકની અછતનો સામનો કરી રહ્યો હતો, ત્યારે MS સ્વામીનાથન અને નોર્મન બોરલોગ અને અન્ય વૈજ્ઞાનિકોએ ઘઉંના HYV બીજ વિકસાવ્યા. આ વિકાસને કારણે ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ.

તમને જણાવી દઈએ કે તેઓને ‘હરિયાળી ક્રાંતિના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના ઉત્કૃષ્ટ કાર્યોને કારણે, ભારત સરકારે તેમને 1967 માં પદ્મશ્રી અને 1972 માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. તમને જણાવી દઈએ કે તેમણે 1972 થી 1979 સુધી ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને 1982 થી 1988 દરમિયાન આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાના મહાનિર્દેશક તરીકે સેવા આપી હતી. તેમણે થોડો સમય કૃષિ મંત્રાલયના અગ્ર સચિવ તરીકે પણ સેવા આપી હતી. વર્ષ 1986 માં, MS સ્વામીનાથનને આલ્બર્ટ આઈન્સ્ટાઈન વર્લ્ડ સાયન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *