Surat LIVE Accident: સુરતના સરથાણા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલકે રસ્તેથી પસાર થતાં બાળકો અને મહિલાને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તો બીજી તરફ આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ(Surat LIVE Accident) દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સારવાર મળે તે પહેલા મોત
સુરતના સરથાણા જકાતનાકાથી સરથાણા પોલીસ સ્ટેશન આવતા રસ્તામાં વર્જ ચોક નજીક એક કારચાલક બેકાબુ ગતિએ દોડી આવ્યો હતો અને ત્યાંથી પસાર થતાં મોટરસાયકલ અને રીક્ષાને અડફેટે લીધા હતા. જેને લઇને રસ્તામાં પસાર થતી એક વૃદ્ધ મહિલાને શરીરે ગંભીર ઈજા થઈ હતી. આ મહિલાને સારવાર મળે પહેલા જ તેનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સાથે દોડી આવ્યા હતા અને અકસ્માતની જાણ સુરતની સરથાણા પોલીસને કરતા સરધાના પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
ઘટનાના સીસીટીવી સામે આવ્યા
પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કારચાલકને અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. સ્થાનિક લોકોની વાત માનીએ તો કારચાલક નશાની હાલતમાં હતો અને ગાડીમાંથી નશો કરવા માટે વપરાતું પાણી વેફર અને સોડાની બોટલ પણ મળી આવી હતી. જોકે મહિલાના મોતને લઈ તેના પરિવાર દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે રિક્ષામાં સવાર એક બાળકને પણ ગંભીર ઇજા પહોંચી છે. જોકે પોલીસને હાલ આ મામલે ગુનો દાખલ કરી કારચાલકની અટકાયત કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા કારચાલકે બેકાબુ ગાડી ચલાવી એક સાથે બે વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં હીટ એન્ડ રન: નશામાં ચુર કાર ચાલકે 5 લોકોને ફૂટબોલની જેમ ઉછાળ્યા, જુઓ CCTV#Surat #Suratnews #Sarthana #SuratPolice #CCTV #Surataccident #accident #gujarat #News #Trending #newsupdates #trishulnews pic.twitter.com/qpHop5kZU0
— Trishul News (@TrishulNews) April 10, 2024
લોકોનું ટોળું એકઠું થઇ ગયું
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કાર ચાલક ત્યાંથી પસાર થતી એક રિક્ષાને ટક્કર મારે છે, તેમજ બાઈક ચાલકને અડફેટે લે છે. આ ઉપરાંત ત્યાંથી પસાર થતા બે બાળકો અને મહિલાને અડફેટે લે છે. આ ઘટનામાં ગંભીર ઈજાઓના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App