મરણચીસોથી ગુંજી ઉઠ્યો ગુજરાતનો આ નેશનલ હાઈવે- અજાણ્યો વાહનચાલક ત્રણ યુવાનને કચડીને થયો ફરાર

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad) જિલ્લામાં શુક્રવારની મોડી રાત્રે એક હિટ એન્ડ રન(Hit and run)ની ઘટના બની હતી, જેમાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઇક સવારોને કચડી નાખતાં…

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad) જિલ્લામાં શુક્રવારની મોડી રાત્રે એક હિટ એન્ડ રન(Hit and run)ની ઘટના બની હતી, જેમાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઇક સવારોને કચડી નાખતાં તેઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે(Ahmedabad-Mumbai National Highway) પર ખળભળાટ મચી ગયો હતો. બનાવ બાદ પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં મૃતક ધરમપુરના મોટા કોસમડી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત:
સૂત્રોના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે પલ્સર બાઇક પર સવાર ત્રણ યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો અને આજુ બાજુમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરી હતી.

અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી:
ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકોના મૃતદેહને પીએમ માટે ખાસેદ્વમાં આવ્યા હત્યા. પ્રાથમિક તપાસમાં મૃતકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોતી કોસમડી ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકના સ્વજનોને જાણ કરતાં ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *