Hit and Run on Ahmedabad Mehsana Highway: ગુજરાત રાજ્યમાં અકસ્માતની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. દરરોજ એટલા અકસ્માતો થઈ રહ્યા છે કે, કોરોનાના આંકડા પણ ઓછા પડે. પોતાની ભૂલ કે બીજાની ભૂલના કારણે આ અકસ્માતમાં દરરોજ કેટલા લોકો મોતને ભેટી રહ્યા છે. આ અકસ્માતમાં રાહદારીઓનો મોતનો આંકડો ખૂબ વધી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ-મહેસાણા હાઇવે (Ahmedabad Mehsana Highway) પર ત્રણ રાહદારીઓને બેફામ સ્પીડમાં આવી રહલી કારે ટક્કર મારીને મોત આપ્યું હતું. (Hit and Run on Ahmedabad Mehsana Highway)
આજરોજ અમદાવાદ અને મહેસાણા હાઇવે પર દર્દનાક અકસ્માત સર્જાયો હતો. બેફામ સ્પીડે આવતી સ્વીફ્ટ કારે રાહદારીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ત્રણેય શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ત્રણેય શ્રમિકો રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી કારે ગંભીર રીતે ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ઘટના સ્થળે આવેલી પોલીસે, ઘટનાની જાણકારી મેળવી કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. નંદાસણ હાઇવે ઉપર આવેલા બિલેશ્વરપુરા પાટિયા નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ત્રણ રાહદારીઓ રસ્તો ઓળંગી રહ્યા હતા, દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી સ્વીફ્ટ ગાડીએ ત્રણેય રાહદારીઓને અડફેટ લીધા હતા. કારની સ્પીડ એટલે હતી કે, ત્રણે રાહદારીઓ ધડામ દઈને જમીન પર પછડાયા હતા અને ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા.
અકસ્માત સર્જાતા જ, લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યું છે કે, ત્રણેય રાહદારીઓ જોટાણા તાલુકાના મુદરડા ગામના વતની હતા. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.