ફરી એકવાર સામે આવી સિવિલની ઘોર બેદરકારી: 14 વર્ષીય થેલેસેમિયાગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા પછી HIV રિપોર્ટ પોઝિટિવ આવતા…

રાજ્યમાંથી અવારનવાર સિવિલની ઘોર બેદરકારી સામે આવતી હોય છે કે, જેનું પરિણામ માસુમ લોકોને ભોગવવું પડતું હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 14 વર્ષીય થેલેસેમિયાગ્રસ્ત બાળકની જિંદગી સાથે ચેડાં થયાંની ઘટના સામે આવી છે.

બ્લડ બેંક દ્વારા બ્લડ ચેક કર્યા વિના જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલે ચેક કર્યા વિના બાળકને બ્લડ ચડાવી દેતાં બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતાં જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.

આવી ઘોર બેદરકારીને લીધે પરિવારના વાહલસોયા પુત્રનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. હાલમાં તો પરિવારની વહારે રાજકોટ કોંગ્રેસ આવી છે તથા હાલમાં પીડિત પરિવારની સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચી હતી. કલેક્ટર કચેરીમાં બાળકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં તેમજ માંગણી કરી રહ્યા છે કે, જવાબદારોને કડકમાં કડક સજા થવી જોઇએ.

જન્મથી જ બાળક થેલેસેમિયાગ્રસ્ત, દર 15 દિવસે બ્લડ ચડાવતા: પિતા
રડતાં રડતાં પિતાએ આક્ષેપ મુકતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં તો મારો વહાલસોયો પુત્ર થેલેસેમિયાગ્રસ્ત હતો પરંતુ બ્લડ બેંકની આવડી મોટી ભૂલને લીધે હવે HIV ગ્રસ્ત થઈ ગયો છે. થેલેસેમિયાગ્રસ્ત હોવાને લીધે જન્મ થયા પછી દર 15 દિવસે અમે બ્લડ ચડાવતા હતા. હવે તેનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મારી માંગણી એટલી જ છે કે, જવાબદારોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. બ્લડ બેંકવાળાએ બ્લડ ચેક કર્યા વિના એને બ્લડ ચડાવી દીધું છે. આવું અન્ય કોઈ બાળકની સાથે ન થાય એની માટે જવાબદારોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

બાળક એક વર્ષનો હતો ત્યારથી સિવિલ હોસ્પિટલમાં બ્લડ ચડાવવામાં આવતું :
પિતા વધુમાં જણાવે છે કે, મારો દીકરો ફક્ત 1 વર્ષનો હતો ત્યારથી જ સિવિલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં થેલેસેમિયાનું બ્લડ ચડાવવામાં આવે છે. આજ સુધી અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં બ્લડ ચડાવ્યું નથી. જ્યારે બ્લડ ચડાવવામાં આવતું હતું ત્યારે તેના બ્લડ સેમ્પલના અમુક રિપોર્ટ કરાવવામાં આવતા હતા તથા દર 6 મહિને HIV ટેસ્ટ પણ કરવામાં આવતો હતો.

4 જાન્યુઆરીએ બ્લડ ચડાવ્યું તો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો :
છેલ્લે 4 જાન્યુઆરી વર્ષ 2021ના રોજ સિવિલમાં બ્લડ ચડાવવા માટે ગયા હતાં ત્યારે HIV ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમજ અમે આઘાતમાં સરી પડ્યા હતાં. છેવટે ડોક્ટરને પૂછતા તેમણે કહ્યું હતું કે, તપાસ કરવી પડશે. HIVવાળું બ્લડ આવી ગયું હોય તો આવું થઇ શકે. પિતાનો આક્ષેપ છે કે, સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ બ્લડનું નિરીક્ષણ કર્યા વિના જ મારા દીકરાને ચડાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *