મતદાન મથકમાં આ ભૂલ કરવી ભારે પડી જશે, સીધી થશે કાયદેસરની કાર્યવાહી

અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 191 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ રહ્યું છે..આ માટે 4536 મતદાન મથકો છે. 24 લાખ 14 હજારથી વધુ પુરૂષ…

અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 191 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ રહ્યું છે..આ માટે 4536 મતદાન મથકો છે. 24 લાખ 14 હજારથી વધુ પુરૂષ મતદારો અને 22 લાખ 09 હજારથી વધુ સ્ત્રી મતદારો મતદાન કરશે. અમદાવાદમાં 16 રિટર્નિંગ ઓફિસર અને 16 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નિયુક્ત કરાયા છે. અમદાવાદમાં ચૂંટણી માટે 22,680 જેટલા કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. ઉપરાંત 18,144 પોલીસ સ્ટાફની સેવા પણ લેવામાં આવી છે.

તેવામાં અમદાવાદ મહાનગર પાલિકાની આજે રવિવારે યોજાઇ રહેલી ચૂંટણીને લઇને મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાતાઓ વહેલી સવારથી જ મતદાન કરવા માટે આવી રહ્યાં છે. તેવામાં મતદાતાઓએ પણ કેટલાંક નિયમો જાણવા જરૂરી છે. આજકાલ સેલ્ફી અને ફોટો પાડવાનું લોકોમાં કેટલુ ઘેલુ છે તે કોઇનાથી છુપુ નથી. તેવામાં જો મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથકમાં સેલ્ફી કે ફોટો ક્લિક કરવામાં આવે તો આચારસંહિતાના ભંગનો ગુનો બની શકે છે. આ નિયમ જાણવો તમારા માટે જાણવો જરૂરી છે કે મતદાન મથકમાં ઇવીએમમાં મત આપતી વખતે ફોટો કે સેલ્ફી ક્લિક કરી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી પણ આચાર સંહિતાના ભંગની કેટેગરીમાં આવી શકે છે. તેથી મતદાતાઓએ તે જાણવુ અગત્યનું છે કે આ ઉત્સાહ ક્યાંક તેમને ભારે ન પડી જાય.

શું છે નિયમ:
મત આપવો એ દરેક નાગરિકનો અધિકાર છે પરંતુ તેની પ્રાઇવસી જાળવવી એટલી જ જરૂરી છે. તેથી મત આપતી વખતે તેનો ફોટો ક્લિક કરીને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો એ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે. નિયમ અનુસાર મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યા સુધી માર્કિંગ કરવામાં આવેલુ છે. જેની અંદર કોઇપણ રાજકીય પક્ષનો ખેસ ધારણ કરવો અથવા તો કોઇપણ રાજકીય પક્ષનો પ્રચાર કરવો અથવા તો તેના માટે સૂત્રોચ્ચાર કરવા આચારસંહિતાનો ભંગ ગણાય છે. આ ઉપરાંત આ 100 મીટરની ત્રિજ્યાની અંદર પ્રચાર સાહિત્યનું વિતરણ પણ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. જેથી આ નિયમોનું પાલન જરૂરી છે. જો આ પ્રકારની આચારસંહિતાના ભંગની ફરિયાદો મળે તો તેની સામે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી થઇ શકે છે. અગાઉ આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જણાવી દઇએ કે, છ મહાનગર પાલિકાની એક જ બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના નારણપુરા વોર્ડની બેઠક પર ભાજપના બિન્દા સુરતી બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના મહિલા ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લેતા તેઓ બિનહરીફ થયા છે. અમદાવાદમાં 46 લાખ 24 હજાર 425 મતદાતાઓ મતદાન કરી તેમના ઉમેદવારોની પસંદગી કરશે. તેમાંથી 2255 મતદાનમથકો સંવેદનશીલ અને 1188 મતદાનમથકો અતિસંવેદનશીલ મતદાનમથકની કેટેગરીમાં આવે છે. આ માટે 51 ચૂંટણી અધિકારી અને 57 મદદનીશ ચૂંટણી અધિકારીઓને ગોઠવવામાં આવ્યા છે. મતદાન વ્યવસ્થિત રીતે થાય તે માટે 63,209 કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *