સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેસુ(Vesu) વિસ્તારમાં પતિથી અલગ રહેતી પત્નીએ તેના કથિત પ્રેમી સાથે મળીને પતિને ઢોરમાર મારવામાં આવ્યો હતો. બાદમાં પતિને સારવાર માટે હોસ્પિટલ(Hospital)માં પાટાપીંડી કરવાની ફરજ પડી હતી. છેલ્લા એક વર્ષથી ઘરકંકાસથી પત્નીથી અલગ રહેતા પતિએ જણાવ્યું હતું કે, બુધવારે મોડી સાંજે પત્ની જિમ-ટ્રેનર(Gym-trainer) સાથે કારમાં હતી. મેં રંગેહાથ ઝડપી લઈને કારનો કાચ ઠપકારતાં તેઓ કાર(car) લઈ ભાગી ગયાં અને પીછો કર્યો તો બન્નેએ સાથે મળીને માર માર્યો હતો. એક વર્ષથી પત્ની દીકરી સાથે અલગ રહે છે. કોર્ટ(Court)ના ઓર્ડર(Order) બાદ પણ મને દીકરીને મળવા નથી દેતા’. હાલ પતિને માર મારવામાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
આ અંગે પીડિત પતિએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે, મારી પત્નીની કાર ઊભેલી હતી અને તેની બાજુમાં બીજી ઊભેલી કાર ચાલુ હાલતમાં હતી. એમાં તપાસ કરવામાં આવતા મારી પત્ની કોઈ બીજા સાથે હતી. આથી મેં કાચ ઠપકાર્યો. પરંતુ, તેમણે દરવાજો ખોલ્યો નહીં અને ગાડી રિવર્સ લઈને ભાગી ગયાં હતાં. આથી મેં કારનો પીછો કર્યો અને તેઓ યુટર્ન લઈ રહ્યાં હતાં ત્યાં મેં તેમની કારને અટકાવી દીધી હતી. ત્યારબાદ બન્નેને પૂછ્યું કે, તમે ગાડીમાં શું કરો છો.
બાદમાં કારમાંથી તેમણે બન્નેએ નીચે ઊતરીને મને માર મારવાનું શરૂ કર્યું હતું. ગાળાગાળી કરી જિમ-ટ્રેનરે પણ મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન, મારી પત્ની પણ જોર જોરમાં કહેવા લાગી કે હું તારી પત્ની નથી અને આને મારો એમ કહી તેણે પણ હાથથી તમાચા મારી દીધા હતા. લોકોએ પોલીસને જાણ કરી હતી એટલે પત્નીએ જે કારમાં હતી એના ડ્રાઈવર વિશાલને ભગાવી મૂક્યો હતો.
આ અંગે યોગેશ જગદીશભાઈ અગ્રવાલ(ઉં.વ. 32. રહે સિટી લાઈટ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ)એ જણાવ્યું હતું કે, તેઓ મિલકત લે-વેચના કામકાજ સાથે સંકળાયેલા છે. 10 વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયાં હતાં. તેમને પરિવારમાં એક દીકરી છે. પરંતુ, પારિવારિક ઘરકંકાસને લઈ પત્ની છેલ્લા એક વર્ષથી દીકરીને લઈ અલગ રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. પત્નીએ મારા પર દહેજ માંગવાનો કેસ કર્યો છે. દર મહિને ઘર ખર્ચના 1.10 લાખ માગી રહી છે. મેં દીકરીને મળવા કોર્ટમાંથી ઓર્ડર મેળવ્યા છે છતાં દીકરીને મળવા દેતી નથી.
બાદમાં પત્નીની ઊલટતપાસ કરતાં ખબર પડી હતી કે, તેનું જિમ-ટ્રેનર સાથે લફરું છે. બસ, આ વાતને સાબિત કરવા હું એના પર વોચ રાખતો હતો. બુધવારની રાત્રે હાઈટેક બિલ્ડિંગ નજીક હોવાની જાણ થયા બાદ હું અચાનક ત્યાં પહોંચી ગયો હતો. જ્યાં તે બન્નેને મેં કારમાં જોયાં હતાં. કારનો દરવાજો ખખડાવ્યા બાદ મને હાથમાં મોબાઈલ કેમેરો ઓન જોઈ પત્ની અને તેનો જિમ-ટ્રેનર પ્રેમી વિશાલ સાલુંકે નાસી ગયાં હતા અને મેં પીછો કરતા મારા પર તેઓ તૂટી પડ્યાં હતાં.
આ બાબતે લોકો ભેગા થઈ જતાં તાત્કાલિક પોલીસ પણ દોડી આવી હતી. બાદમાં મને અને મારી પત્નીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા મારી ફરિયાદ નોંધી, પણ બરાબર કલમનો ઉમેરો કરવામાં આવ્યો ન હોવાનું મને લાગે છે. યોગેશ અગ્રવાલે અંતે કહ્યું કે, બસ ન્યાય મળવો જોઈએ, મારી દીકરીના ભવિષ્યનો પ્રશ્ન છે. હું મારી પત્નીને કોર્ટમાં ખોટી સાબિત કરી કાયદેસર સજા અપાવવા માગું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.