સુરતના ઉદ્યોગપતિઓ મુકાયા ચિંતામાં, હીરા ઉધોગમાં મંદીના એંધાણ- આ હીરા સપ્લાયર કંપની પર લાગ્યો પ્રતિબંધ

ગુજરાત(Gujarat): યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(Ukraine-Russia war)ની અસર આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાએ રશિયન હીરા સપ્લાયર કંપની અલરોસા(Russian diamond supplier…

ગુજરાત(Gujarat): યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(Ukraine-Russia war)ની અસર આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાએ રશિયન હીરા સપ્લાયર કંપની અલરોસા(Russian diamond supplier company Alrosa) પર પ્રતિબંધો લાદ્યા બાદ સુરત(Surat) સહિત ભારતનો હીરા ઉદ્યોગ રફ ડાયમંડ(Rough Diamond)ની અછતનો સામનો કરી રહ્યો છે. જેના કારણે ભાવ પણ આસમાને પહોંચે તેવી શક્યતા છે. બીજી તરફ રફ ડાયમંડના કારણે રેડીમેડ હીરાના ભાવ પણ આસમાને પહોંચશે જેના કારણે હીરા બજારમાં મંદી જોવા મળી શકે છે.

સપ્લાયર કંપની અલરોસા:
રશિયાની હીરા સપ્લાયર કંપની છે. જે સુરત, ગુજરાત સહિત વિશ્વમાં કાચા હીરા સપ્લાય કરે છે. અલરોસા કંપની વિશ્વમાં 30 % જેટલા જથ્થામાં કાચા હીરાની સપ્લાય કરે છે. સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ શામેલ છે.

ઉદ્યોગપતિઓ મૂકાયા મુશ્કેલીમાં:
યુક્રેન પર રશિયાના હુમલાને કારણે મોટાભાગની રશિયન કંપનીઓ દ્વારા બેંકિંગ કામગીરીને સ્થગિત કરવામાં આવી છે. ભારતીય હીરા ઉદ્યોગકારો દુબઈ, બેલ્જિયમ તેમજ ખાનગી ક્ષેત્રની કેટલીક બેંકો દ્વારા ચૂકવણી કરીને ભારતમાં રફ હીરાનો પુરવઠો મેળવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હીરાની ચૂકવણી ન થતાં હીરાની બેંકોના પેમેન્ટ બંધ રહેતા ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે.

લાખો લોકોને અસર:
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાના જણાવ્યા અનુસાર, સીધી અને આડકતરી રીતે 15લાખથી વધુ લોકોને અસર થવાની સંભાવના છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તેની સીધી અસર ગુજરાતની અર્થવ્યવસ્થા પર પડશે. તેમણે ગુજરાત સરકારને તાત્કાલિક પગલાં ભરવા હીરા ઉદ્યોગને સંકટમાંથી ઉગારવા અપીલ કરી હતી.

હીરાની રફના ભાવમાં થશે વધારો:
ભારતમાં 30 % હીરાની રફ અલરોઝા કંપની દ્વારા સપ્લાય કરવામાં આવી રહી છે. અલરોઝા કંપનીની રફ બંધ થવાથી 30 % શોર્ટ સપ્લાય થશે અને જેને કારણે રફના ભાવમાં વધારો થશે.

હીરાના યુનિટો બંધ થઇ શકે:
રફના ભાવમાં વધારો થવાને કારણે હોલ્ડિંગ કેપેસિટી છે તેવા યુનિટો શરૂ રહેશે. જ્યારે નાના યુનિટોમાં કામ ઘટશે અને અમુક યુનિટો બંધ પણ થઇ શકે છે.

નફો ઘટાડો થશે:
રફના ભાવમાં વધારો થવાને કારણે હીરા વેપારીઓને રફના ઊંચા ભાવ ચૂકવવા પડશે. જ્યારે તૈયાર હીરાના ભાવમાં વધારો નહીં થાય તો નફો ઓછો થશે.

નોકરીઓ ગુમાવવાનો વખત આવી શકશે:
નાના યુનિટો બંધ થઇ જવાને કારણે ઘણા રત્નકલાકારોની નોકરી ગુમાવવી પડી શકે છે. સાથે જ કેટલાક યુનિટમાં રત્નકલાકારોના કામ કરવાના કલાકોમાં પણ ઘટાડો નોંધાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *