499 વર્ષ પછી હોળીના દિવસે બની રહ્યો છે આ મહાસંયોગ- જાણો ‘શું કરવું’ અને ‘શું ન કરવું?’

સંપૂર્ણ વર્ષ દરમિયાન અનેકવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં થોડા દિવસ બાદ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂનમ તિથિએ દર વર્ષે ખૂબ જ ઉત્સાહ તથા ઉમંગભેર સાથે ઊજવવામાં આવે છે.

પૂનમની રાત્રે હોળિકાદહન કરવામાં આવે છે તેમજ આગળના દિવસે ધુળેટીની ઊજવણી કરવામાં આવે છે. આ વર્ષે 28 માર્ચના રોજ હોળિકાદહન કરવામાં આવશે, જ્યારે 29 માર્ચે સવારે ધુળેટી ઊજવવામાં આવશે. આ વખતે હોળીનો તહેવાર અન્ય કારણોને લીધે ખાસ રહેશે.

જ્યોતિષાચાર્યોનાં જણાવ્યા મુજબ આ વર્ષ દરમિયાન હોળીના દિવસે 499 વર્ષ બાદ ગ્રહોનો અદભુત સંયોગ બની રહ્યો છે. આ લેખમાં વધુ જાણો હોળીના તહેવાર અંગે વિશેષ સંયોગ, તિથિ, હોળાષ્ટક અને શુભ મુહૂર્ત અંગે વિસ્તારમાં…

હોળીના દિવસે બનતો શુભ સંયોગઃ-
જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ, હોળીના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, જ્યારે ગુરુ તથા ન્યાયના દેવતા શનિ પોતપોતાની રાશિઓ એટલે ધન તથા મકર રાશિમાં વિરાજમાન રહેશે. જ્યોતિષાચાર્યનાં જણાવ્યા મુજબ, ગ્રહોનો આવો મહાસંયોગ 1521માં પણ બન્યો હતો. 499 વર્ષ બાદ ફરી એકવખત હોળીના દિવસે આવો મહાસંયોગ બનશે.

હોળીના દિવસે આ સંયોગ પણ બની રહ્યા છેઃ-
રંગોના આ તહેવાર હોલીમાં ૨ ખાસ સંયોગ પણ બની રહ્યા છે. જ્યોતિષાચાર્યોનાં જણાવ્યા મુજબ, હોળીના દિવસે આ વર્ષ દરમિયાન સર્વાર્થસિદ્ધિયોગ તથા અમૃતસિદ્ધિયોગ પણ બનશે. આ બંને જ યોગ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યા છે.

હોળીના દિવસે શુભ મુહૂર્તઃ-
હોળિકાદહન રવિવાર, 28 માર્ચના રોજ કરવામાં આવશે. જયારે આ દિવસે સાંજે 6 વાગ્યા ને 36 મિનિટથી લઇને 8 વાગ્યા ને 56 મિનિટ સુધી હોળિકાદહનનું મુહૂર્ત જણાવવામાં આવ્યું છે, એટલે કે તેનો કુલ સમયગાળો 2 કલાક 19 મિનિટનો રહેશે. પૂનમ તિથિ 28 માર્ચની સવારે ૩ વાગ્યાથી લઈને ૧૨ વાગ્યા સુધી રહેશે.

હોળાષ્ટક ક્યારે છે ?
હિંદુ ધર્મમાં હોળીના 8 દિવસ અગાઉ તમામ શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. આ સમયગાળાને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. ફાગણ સુદ આઠમથી હોળિકાદહન સુધી હોળાષ્ટક રહે છે. આ વખતે હોળિકાદહન 29 માર્ચના રોજ રહેશે, એટલે કે હોળાષ્ટક 21 માર્ચથી 28 માર્ચ સુધી રહેશે. હોળાષ્ટકમાં શુભ કાર્યો વર્જિત હોય છે પણ જન્મ તથા મૃત્યુ સાથે જોડાયેલ કામ કરી શકાય છે.

હોળાષ્ટક કેમ હોય છે ?
હિંદુ ધર્મની માન્યતા મુજબ, હિરણ્યકશ્યપે સતત એક સપ્તાહ સુધી પોતાના પુત્ર પ્રહલાદ પર ખૂબ જ અત્યાચાર કર્યા હતા. ભગવાન વિષ્ણુની ભક્ત પ્રહલાદ પર ખૂબ જ કૃપા હતી એટલે તેઓ દરેક વખતે બચી જતા હતા. ત્યારથી જ હોળીના 8 દિવસ પહેલાં હોળાષ્ટક ઊજવવાની પરંપરા ચાલી રહી છે.

પ્રહલાદના પ્રાણ કેવી રીતે બચી શક્યા ?
હિરણ્યકશ્યપની બહેન હોળિકાને વરદાન હતું કે, તેના ઉપર અગ્નિની કોઇ અસર થશે નહીં. પોતાના અહંકારી ભાઈના કહેવા મુજબ હોળિકા પોતાના ભત્રીજા પ્રહલાદને લઇને અગ્નિમાં બેસી ગઇ હતી પણ શ્રીહરિની કૃપાથી પ્રહલાદના પ્રાણ બચી ગયા તેમજ હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *