ગુજરાત(Gujarat): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ડેરી એસોસિએશનના કાર્યક્રમ તેમજ વિકાસકાર્યોનાં લોકાપર્ણના પ્રસંગોમાં ઉપસ્થિત રહ્યા હતા. MS યુનિવર્સિટી(MS University)ના દીક્ષાંત સમારોહમાં અમિત શાહે વિદ્યાર્થીઓને સલાહ પણ આપી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી નારદીપુર(Nardipur) ખાતે તળાવ લોકાર્પણ માટે જતા સમયે ત્રીજી વાર પ્રોટોકોલ તોડી રાંધેજા ખાતે કાફલો રોક્યો હતો અને તેમના બાળપણનાં મિત્ર રસિકભાઈ પટેલ(Rasikbhai Patel) સાથે મુલાકાત કરી હતી. ત્યારે આ થોડીક ક્ષણોના દ્રશ્યો જોવા જેવા હતા. અમિત શાહે પોતાના મિત્રને મળવા માટે પ્રોટોકોલ તોડી કાફલો રોકાવ્યો હતો.
મહત્વનું છે કે, ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવે, ત્યારે અન્ય કાર્યક્રમોની સાથે પોતાનાં મતવિસ્તારમાં વિકાસકાર્યોના શિલાન્યાસ કે લોકાર્પણના કાર્યક્રમમાં તેઓ અચૂકપણે ઉપસ્થિત રહેતા હોય છે. આ વખતે પણ આવું જ થયું હતું. નારદીપુરથી પાછા ફરતા સમયે તેઓએ પ્રોટોકોલ તોડીને પોતાના મિત્રને મળવાનું ચૂક્યા ન હતા.
જાણવા મળ્યું છે કે, આ મિત્ર તેમના બાળપણનો મિત્ર હતો, જેમનું નામ રસિકભાઈ પટેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી પણ અનેકવાર આ રીતે પ્રોટોકોલ તોડીને પોતાના જૂના પરિચીતોને મળે છે. અમિત શાહે કલોલમાં નારદીપુર અને વાસન તળાવના લોકાર્પણ સહિત વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ કર્યું હતું. માત્ર એટલું જ નહી પણ અમિત શાહે ઈ વ્હીલકલમાં તળાવનું ચક્કર પણ લગાવ્યું હતું. નારદીપુરનાં લોકોને મળીને ગામનો વિકાસ કરવા તેમના દ્વારા હાકલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં શાહ દ્વારા નિ:શુલ્ક ભોજન કેન્દ્રનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. તુલસી વલ્લભ સંસ્થા દ્વારા દર્દીઓ અને તેમનાં સ્વજનોને સવાર-સાંજ વિનામૂલ્યે જમવાનું આપવામાં આવશે. આ જ સંસ્થા અમદાવાદ સિવિલમાં નિ:શુલ્ક આહાર કેન્દ્ર ચલાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.