મોટા સમાચાર: અંતે પેપર લીક થયું હોવાનું સરકારે કબુલ્યું- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જુઓ શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યમાં હેડ ક્લાર્કના પેપર લીક(head clerk paper leak) મામલે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) એ આ પેપર લીક વિશે માહિતી આપતા કહ્યુ છે કે, જ્યાં 88 હજાર યુવાનો પરીક્ષા(head clerk exam) આપે, જે યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા, પરિવારોએ આશા બાંધી હોય. જાત મહેનત કરીને સરકારી નોકરી(government jobs) ના સપના જોતા યુવાનો સાથે આ પ્રકારના ચેડા ન થાય તે માટે ગુજરાત પોલીસ(gujarat police) દ્વારા પેપર લીક મામલે ત્રણ દિવસમા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

પેપર લીક માટે જે જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની રેકી કરવામાં આવી છે. પેપર લીકમાં પ્રાંતિ પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે આઈપીસી કલમ 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં પ્રથમ તપાસમાં મુખ્ય 10 ગુનેગારો બહાર આવ્યા છે. જેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ પ્રાંતિજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરવાની બાબત પણ બહાર આવી છે અને જે અંગે આકરી તપાસ કરવામાં આવશે.

પેપર કેન્સલ કરવા અંગે હાલમાં કોઈ નિર્ણય નહિ:
વધુમાં કહ્યું હતું કે, પરીક્ષા લેવાની કામગીરી ગૌણસેવા આયોગની છે. આ મામલે અમારી મીટીંગો ચાલુ છે. પેપર કેટલા લોકો અને કેટલી જગ્યા સુધી પહોંચ્યુ છે તે અંગે આકરી તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ ચર્ચાના અંતે પરીક્ષા રદ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

વધુ જણાવતા કહ્યું છે કે, રાજ્ય સરકારે ષડયંત્ર લેનાર ગેંગ પર ક્યારેય કાર્યવાહી ન થઇ હોય તે પ્રકારની કાર્યવાહી આ કેસમાં કરીશું. આ કેસમાં ગૌણ સેવા મંડળ સાથે કોન્ટેક્ટમાં છીએ. ગુનાના અંત સુધી પહોંચવા માટે અમે કટિબદ્ધ છીએ. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કલમ ઉમેરીને વધુ સજા ઠેરવવામાં આવશે. બાકીના ચાર આરોપી અમારી રડારમાં છે, જેમના અમે ઝડપથી ઝડપી પાડીશું. આ ઘટનામાં 6 આરોપી મુખ્ય છે, જેઓનો હોટલથી ફાર્મહાઉસ સુધીની ઘટનામાં સમાવેશ થાય છે. એક જીલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ પેપર સોલ્વ કરવામાં આવ્યું છે.

પરીક્ષાર્થી અને પેપર લાવનારની માહિતી ટેગ કરવામાં આવી છે. વિગતવાર આ અંગેની માહિતી સામે આવશે. પેપર ક્યા છાપવામાં આવ્યું છે તે હાલ જાહેર કરવુ યોગ્ય નથી. પરંતુ હાલ આ અંગે કડકાઈથી તપાસ ચાલુ છે. વ્યવસ્થામાં શુ લિકેજ હતું, પેપર જ્યા છપાયા હતા ત્યાં કે પછી સ્ટ્રોંગ રૂમમં લિકેજ હતું તે મામલાની ઊંડી તપાસ શરુ છે. પેપર કઈ જગ્યા પરથી લિક થયુ છે તે મામલે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *