કેન્દ્રીય ગૃહમંત્રાલય એ કોરોનાવાયરસ ને લીધે lockdown 2ને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઈડલાઈન અનુસાર હવે ઘરેથી નીકળો ત્યારે માસ્ક પહેરવું ફરજીયાત હશે. આ ઉપરાંત સાર્વજનિક સ્થળ પર થૂંકવું દંડનીય હશે.કોરોનાવાયરસ ના સંક્રમણના પ્રસારને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ lockdown ની સમય મર્યાદા ને વધારતા 14 એપ્રિલથી 3 મે 2020 સુધી કરી છે.
Ministry of Home Affairs (MHA) issues National Directives for #COVID19 management. Wearing of face cover is compulsory in all public places, workplaces. Spitting in public places shall be punishable with fine. pic.twitter.com/14Y7zq9vqp
— ANI (@ANI) April 15, 2020
સિનેમા હોલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, gym, રમત ગમત પરિસર, સ્વિમિંગ પૂલ અને બાર 3 માં મે સુધી બંધ રહેશે. આ ઉપરાંત તમામ સામાજિક, રાજનીતિક, રમત તેમજ ધાર્મિક સમારોહ lockdown ની અવધીમા સામાન્ય જનતા માટે નહિ ખુલે.આ ઉપરાંત પૈસાની નાણાકીય મુશ્કેલી ન સર્જાય એટલા માટે એટીએમ ૨૪ કલાક ખુલ્લા રહેશે.
તમામ પ્રકારના પ્રાર્થના સભા ઉપર રોક લગાવવામાં આવી છે જોકે અંતિમ સંસ્કારના મામલામાં વીસ કે તેનાથી ઓછા લોકો જ સામેલ થઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news