અવારનવાર લોકોના સમલૈંગિક સંબંધોની ઘટનાઓ સામે આવતી રહે છે. અહિયાં પણ એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં એક મકાનમાલિક તેના ભાડૂતની પત્ની સાથે સબંધમાં હતો. પોતાના મકાનમાં રહેતી એક મહિલા સાથે મકાન માલકિનના સમલૈંગિક સંબંધ હોવાની જાણ તેના પતિને થઇ ગઇ. તેણે જ્યારે આ પ્રકારના સંબંધોથી પત્નીને રોકી તો બંને સમલૈંગિક મહિલાઓએ ખતરનાક પગલુ લીધું. બંનેએ હોળીના દિવસે જ પતિને ઠેકાણે પાડવાનો પ્લાન બનાવી લીધો અને દોરડાથી ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી. આ સનસનીખેજ ઘટના યુપીના અલીગઢ જિલ્લાની છે.
અલીગઢમાં તારીખ 11 માર્ચના રોજ ગાંધી પાર્ક ક્ષેત્રમાં કિશન ગોસ્વામીએ પોતાના ભાઇ ભૂરી સિંહ ગોસ્વામીની હત્યા અંગે ફરિયાદ કરી. ફરિયાદમાં કિશને જણાવ્યું કે પોતાના ભાઇની પત્ની રૂબી તથા ભાડુઆત હરિઓમ ડબ્બૂ, ડબ્બૂની પત્ની રજની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવે. આ ફરિયાદની વિગતો લેતાં પોલીસે ગાંધી પાર્કમાં ધારા 147,302, 120બી અને 201 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. તેમાં પોલીસે તપાસ કરતાં મૃતકની પત્ની રૂબી તથા ભાડુઆત ડબ્બૂની પત્નીની પૂછપરછ કરવામાં આવી તો તેમણે આ ઘટનાને સ્વીકારી લીધી.
તેણે જણાવ્યું કે અમે બંને બહેનપણીઓ વચ્ચે સંબંધ આશરે 2 વર્ષથી ચાલી રહ્યાં હતા. આશરે 1 વર્ષ પહેલાં મૃતક ભૂરીની પત્ની રૂબીએ પોતાના પતિ ભૂરી સિંહ દ્વારા મકાનની ઉપર એક રૂમ બનાવડાવ્યો હતો જેમાં આશરે 1 વર્ષથી રજની અને ડબ્બૂ રહેતા હતાં. થોડા દિવસ બાદ બંનેના પ્રેમ સંબંધની જાણ ભૂરીને થઇ ગઇ અને તે તેનો વિરોધ કરવા લાગ્યો. બંને મહિલાઓએ ભૂરી સિંહને રસ્તામાંથી હટાવાનો પ્લાન આશરે 1 મહિના પહેલાં જ બનાવી લીધો હતો અને નક્કી કર્યુ કે હોળીના દિવસે તેની હત્યા કરવામાં આવે.
આ ષડયંત્ર અંતર્ગત 10-11 માર્ચની રાતે મૃતકની પત્ની રૂબી તથા રજની દ્વારા તેના હાથ-પગ દોરડા વડે બાંધીને, દોરડાથી ગળુ દબાવીને તેની હત્યા કરી. હત્યા કર્યા બાદ રૂબી અને રજનીએ લાશને તેના ભાઇ કિશન ગોસ્વામી, જેનું મકાન બાજુમાં જ છે, તેની સામે નાળામાં ફેંકી દીધી જેથી આરોપ તેના ભાઇ પર લાગે.
સાથે જ બંનેએ અફવા ફેલાવાનું શરૂ કરી દીધું કે ભૂરી સિંહ રાતે ઘરે નથી આવ્યો. કોઇની પાસેથી તે રૂપિયા લેવા ગયો હતો. પોલીસે મૃતક ભૂરી સિંહની પત્ની રૂબી અને તેની સમલૈંગિક મિત્ર રજનીની હત્યાના આરોપસર ઘરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.