અનાથ દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીએ લગ્ન તો કરાવી દીધા પણ હવે દીકરી અને જમાઈને આપ્યું હનીમુન પેકેજ- જાણો ક્યાં જશે ફરવા

ગુજરાત(Gujarat): પી.પી.સવાણી ગ્રુપ(PP Savani Group) આયોજિત “ચુંદડી મહિયરની” લગ્નોત્સવ 4 અને 5 ડીસેમ્બરના રોજ સંપન્ન થયો હતો. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે પિતાવિહોણી દીકરીઓનું લગ્ન સમારોહમાં દીપ પ્રાગટ્ય જે કોરોનાકાળમાં ગંગા સ્વરૂપ થયેલી બહેનોના હસ્તે કરાવીને સામાજિક સંદેશ આપ્યો હતો. પી.પી.સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જે અંતર્ગત પી.પી.સવાણી ગ્રુપ અને મહેશ સવાણી દ્વારા તા. ૫-૧-૨૦૨૨ના રોજ દીકરી-કુમારોનું પ્રથમગ્રુપ મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યું છે. સવારે ૧૨.૩૦ કલાકે મિતુલ ફાર્મ, પ્રાણી સંગ્રાહલયની પાછળ દીકરી-જમાઈઓ એક સાથે એકત્ર કરી મહેશ સવાણી દ્વારા પ્રવાસ દરમિયાનનું શીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી હતી અને ત્યાર બાદ તમામ દીકરી-કુમારોને બપોરે ૩.૩૦ કલાકે રેલ્વે સ્ટેશન પહોચાડવામાં આવ્યા હતા.

ત્યાંથી પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને દીકરી – જમાઈઓને ખુશ ખુશાલ ૧૨ દિવસ મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા અને મનાલીમાં રહેવા(હોટલ) -જમવા તમેજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ પ્રકારના લગ્નોત્સવ આગામી વર્ષમાં પણ યોજવામાં આવશે જે લગ્નોત્સવનું નામ “દીકરી જગત જનની” જાહેર કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *