સુરતમાં ફરી સામે આવી હનીટ્રેપની ઘટના: રત્ન કલાકારને દુષ્કર્મ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા- 3 ઝડપાયા, 4 વોન્ટેડ

Honeytrap: ડાયમંડ નગરી સુરતમાં એક બાદ એક હની ટ્રેપના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે ત્યારે આજે ફરી હનીટ્રેપની(Honeytrap) ઘટના સામે આવી છે.જેમાં સુરતના ડભોલી વિસ્તારમાં રત્નકલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકીએ હનીટ્રેપમા ફસાવ્યો હતો.જે અંગે પોલીસને જાણ કરતા પોલીસે 3 આરોપીને ઝડપી પાડી અન્ય ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

2 લાખની માંગણી કરવામાં આવી હતી
રત્નકલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી. નંદની રત્નકલાકારને મળવા બોલાવતી હતી પરંતુ યુવક જતો ન હોતો. નંદનીએ દબાણ કરતા 21 ફેબ્રુઆરીએ રાત્રે તે જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ પાસે નંદની ને મળવા ગયો હતો. રોજ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદની સાથે વાત કરતો હતો તેવામાં બે ઇસમો આવ્યા હતા, ત્યારબાદ અન્ય 3 ઇસમો આવ્યા હતા. તમામે રત્ન કલાકારને બંધક બનાવ્યો અને તેની પાસેથી બાઈકની ચાવી લીઇને બાઈક પર બેસાડી વરીયાવ રોડ પર લઈ ગયા હતા. જ્યાં મહિલાના પતિ સહિતના લોકોએ રત્નકલાકારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને બે લાખની માગણી કરી હતી. અને રત્નકલાકાર 70000 રૂપિયા આપવા તૈયાર હતો.ટોળકીએ રોકડા 2500 અને 2500 ઓનલાઇન ટ્રાન્સફર કરી 5 હજાર પડાવી લઇ બાકીના રૂપિયા ન આપે તો તેના પિતાને જાણ કરવાની ધમકી આપી હતી.

જહાંગીરપુરા પોલીસે છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યા
રત્નકલાકારે આ ટોળકી વિરુદ્ધ ફરિયાદ આપતા જહાંગીરપુરા પોલીસે છટકું ગોઠવી 32 વર્ષીય ચંદ્રેશ કુરજી પાંડવ તેની પત્ની ચંદ્રા (બંને રહે રાધિકા એપાર્ટ, કતારગામ,મુળ અમરેલી) અને 30 વર્ષીય નંદની હરેશ પાંડવ (જલારામ સોસા.સચિન, મુળ ધુળિયા)ની ધરપકડ કરી હતી. જ્યારે હરેશ, હિતેશ સહિત 4 આરોપીઓ ફરાર છે.

રત્ન કલાકારએ જણાવી પોતાની આપવીતી
ડભોલીમાં લીંક રોડ પર રહેતા 29 વર્ષીય રત્નકલાકારને તેની ફેસબુક ફ્રેન્ડ નંદીનીએ ફોન કરીને કહ્યું કે ‘મને 5 મિનિટ માટે મળવા આવ,’ તેણે ના પાડી છતાં તે દબાણ કરતી હતી. પછી યુવક પત્નીને કામ છે એમ કહી 21મી ફેબુઆરીએ રાત્રે નંદનીએ જહાંગીરપુરાના ઈસ્કોન સર્કલ પાસે બોલાવ્યો હતો.મળવા ગયો ત્યારે નંદની સાથે તેની બહેન તેમજ બે બાળકો હતા. યુવકે બાઇક પર નંદની અને તેના બાળકને રોઝ ગાર્ડન પાસે ઉતારી પાછો ચંદા અને બીજા બાળકને લેવા આવ્યો હતો.

નંદની તેની સાથે રોઝ ગાર્ડનમાં વાત કરતી હતી તે વેળા બે શખ્સોએ આવી કહ્યું કે તમે અહીંયા શું કરો છો, તમને બનેવી હરેશ બપોરથી શોધે છે. યુવકને બાકડા પર બેસાડી તમારે કોઈ જગ્યાએ જવાનું નથી એમ કહી અન્ય 3 ઈસમો ત્યાં આવી ગયા હતા. રત્નકલાકાર પાસેથી બાઇકની ચાવી અને મોબાઇલ લઈ લીધો હતો. પછી તેને બાઇક પર બેસાડી વરીયાવ રોડ પર લઈ ગયા હતા. જ્યા બન્ને મહિલાઓના પતિએ રત્નકલાકારને બળાત્કારનો ગુનો દાખલ કરાવવાની ધમકી આપી 2 લાખની માંગણી કરી હતી.

ફેસબુકના માધ્યમથી થઈ હતી મિત્રતા
રત્નકલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી. નંદની રત્નકલાકારને મળવા બોલાવતી હતી પરંતુ યુવક જતો ન હોતો. નંદનીએ દબાણ કરતા 21 ફેબ્રુઆરીએ રાત્રે તે જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ પાસે નંદની ને મળવા ગયો હતો. રોજ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદની સાથે વાત કરતો હતો તેવામાં બે ઇસમો આવ્યા હતા, ત્યારબાદ અન્ય 3 ઇસમો આવ્યા હતા. તમામે રત્ન કલાકારને બંધક બનાવ્યો અને તેની પાસેથી બાઈકની ચાવી લીઇને બાઈક પર બેસાડી વરીયાવ રોડ પર લઈ ગયા હતા. જ્યાં મહિલાના પતિ સહિતના લોકોએ રત્નકલાકારને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને બે લાખની માગણી કરી હતી.