ભારત દેશને કૃષિ પ્રધાન દેશની સાથે તેને પુરુષ પ્રધાન દેશ પણ કહેવામાં આવે છે. ભારત દેશમાં ઘણીબધી સંસ્કૃતિઓ સાથે અનેક જાતજાતના લોકો પણ વસવાટ છે. તેમછતા આટલા વર્ષો વીતી ગયા ત્યારે પ્રેમના વિષય અલગ નજરથી જ જોવામાં આવી રહ્યો છે. ઘણા બધા કારણોને લીધે લોકો મહિલાના ચારિત્ર્ય પર ડાઘ પણ લગાવતા હોય છે ને તેને અવારનવાર બદનામ કરતા હોય છે.
ભારતમાં હજુ પણ ઘણાં પરિવારો રૂઢિચુસ્તતામાં માની રહ્યા છે અને આ પરિવારો વર્ષો જુના અને જુનવાણી નિયમો પાળતા હોય છે. રૂઢિચુસ્ત પરિવારોમાં હજુ પણ સ્ત્રીઓને વધારે સ્વતંત્રતા આપવામાં આવતી નથી. ખાસ કરીને બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા કે પ્રેમ સંબંધના વિષય અંગે. ક્યારેક પ્રેમ સંબંધમાં બંધાયેલી યુવતીના પરિવારજનો યુવતીના બોયફ્રેન્ડની હત્યા કરી દેતા હોય છે, તો ક્યારેક યુવતીની હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે. આવી ઘણી બધી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે.
આંધ્રપ્રદેશમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. COVID-19ના કારણે આંધ્રપ્રદેશના કૂર્નુલમાં ડિગ્રી કોર્સ કરી રહેલી એક છોકરી થતા પોતાના ગામ પરત ફરી હતી. દીકરી ગામ પરત ફરતા યુવતીના માતા-પિતાને જાણવા મળ્યું કે તેમની દીકરી ગર્ભવતી છે. માતા-પિતા આ વાતથી ખુબ ડરી ગયા હતા. હવે પરિસ્થતિ પણ એવી ઉભી થઇ હતી કે યુવતીને બોયફ્રેન્ડ બીજી જાતિનો હતો એટલે લગ્ન પણ થઈ શકે તેમ નહોતા. માતા-પિતાએ દીકરીને અબોર્શન કરાવવા માટે કહ્યું તો યુવતીએ સાફ-સાફના પાડી દીધી.
દીકરીએ જયારે ના પડી ત્યારે માતા-પિતાએ દીકરીને મારવાનો પ્લાન બનાવી લીધો. દીકરીની હત્યા કરવા પહેલા તેને એક રૂમમાં ઘણા દિવસ સુધી લોક કરીને રાખવામાં આવી કે જેથી દીકરી ગર્ભવતી હોવાની ખબર ગામમાં અને સંબંધીઓમાં ન ફેલાય. શનિવારે પિતા ભાસ્કરાયે પોતાની પત્ની સાથે મળીને દીકરીની હત્યા કરી નાંખી અને ગામમાં એવી ખબર ફેલાવી દીધી કે ખરાબ સ્વાસ્થ્યના કારણે દીકરીનું મોત થઈ ગયું છે. માતા-પિતાએ મળીને દીકરીની હત્યા કરી નાખી અ ખબર ગામના કોઈ વ્યક્તિને કાનો-કાન ખબર પણ પડવા દીધી ના હતી.
જ્યારે તેઓ દીકરીના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા તો શંકા જતાં કોઈકે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થાનિક સરપંચની મદદથી અંતિમ સંસ્કારની પ્રક્રિયાને અટકાવી અને બોડીને પોસ્ટમર્ટમ માટે મોકલી આપી. પોસ્ટમર્ટમમાં સામે આવ્યું કે, છોકરીની હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે છોકરીના માતા-પિતાની કડકાઈથી પૂછપરછ કરી તો તેમણે દીકરીની હત્યાની વાત સ્વીકારી લીધી હતી. અને પોલીસે દીકરીની હત્યાના મામલે માતા-પિતાની ધરપકડ કરીને કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news