યોગી સરકારમાં ગુંડારાજ: કોર્ટમાં આરોપીની ગોળી મારી હત્યા, જજ પણ જીવ બચાવી ભાગ્યા

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં સીજેએમ કોર્ટમાં હત્યાના આરોપી બે બદમાશો પર કોર્ટમાં શાર્પશૂટરોએ હુમલો કર્યો હતો. જેમાં મુખ્ય આરોપી શાહનવાજનું મોત થયુ હતું જ્યારે બીજો આરોપી ફરાર થઇ ગયો છે. હુમલામાં બે પોલીસ કર્મીને પણ ગોળી લાગી છે.હુમલાખોરોને કોર્ટ પરિસરમાં જ ઘેરી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન એવી સ્થિતિ બની કે જજે પણ ભાગીને જીવ બચાવવો પડ્યો હતો. આ ઘટના બાદ કોર્ટ પરિસરને પુરી રીતે સીલ કરી દેવામાં આવ્યુ છે.

આ વર્ષે 28 મેએ નજીબાબાદમાં શોપિંગ કોમ્પલેક્સના કાર્યાલયમાં પ્રોપર્ટી ડીલર હાજી અહેસાન અને તેના ભાણીયા શાદાબની નજીબાબાદમાં ગોળી વરસાવીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે દાનિશને મુંબઇ અને જબ્બાર તેમજ શાહનવાજની દિલ્હીથી ધરપકડ કરી હતી.

મંગળવારે સીજીએમ કોર્ટમાં જબ્બાર અને શાહનવાજને હાજર કરવામાં આવ્યા હતા જ્યા કોર્ટ પરિસરમાં પહેલાથી હાજર ત્રણ શાર્પ શૂટરોએ અંધાધૂંધ ગોળી વરસાવી હતી. ઘટના બાદ તમામ લોકો ચોકી ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. બીજી તરફ વકીલોએ ત્રણેય આરોપીઓને ઘેરી લીધા હતા. આ દરમિયાન આશરે 20 રાઉન્ડ ગોળી ચાલી હતી.

પોલીસ અનુસાર હાજી અહેસાનના પુત્ર સાહિલ તેમજ તેના બે સાથીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે તેમની ધરપકડ કરી છે. હુમલામાં શાહનવાજનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું જ્યારે જબ્બાર ફરાર થઇ ગયો હતો.

સીઓ નજીબાબાદ પ્રવીણ કુમાર સિંહ અનુસાર બસપા નેતાની હત્યા બાદ પોલીસ પૂછપરછમાં થયેલા ખુલાસા અનુસાર જબ્બાર અને દાનિશે પ્રોપર્ટી ડીલર હાજી અહેસાન અને તેના ભાણીયાની હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા શાહનવાજે કરાવી હતી.

શાહનવાજે રિમાન્ડ પર પૂછપરછ દરમિયાન માત્ર એટલુ જ જણાવ્યુ હતું કે બસપા નેતા અહેસાન તેની હત્યા કરાવવા માંગતો હતો, માટે તેને અહેસાનની હત્યા કરાવી. અહેસાન તેના સિવાય નજીબાબાદના કેટલાક લોકોની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ પણ ઉભા થઇ રહ્યાં છે.

અખિલેશ યાદવે આ મુદ્દે યોગી સરકારને આડા હાથે લીધી 

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે રાજ્યની યોગી સરકાર પર પ્રહાર કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે, ‘બિજનૌરમાં આરોપીઓની જજ સામે જ ખુલ્લેઆમ હત્યાએ સાબિત કરી દીધુ કે પ્રદેશની એન્કાઉન્ટરવાળી સરકારનો બદમાશો પર કેટલો પ્રભાવ છે. જ્યાં માનનીય ન્યાયાધીશે જીવ બચાવીને ભાગવુ પડી રહ્યું છે, ત્યા સામાન્ય નાગરિકની સુરક્ષાની વાત કરવી બેઇમાની છે.’ આ છે ડબલ એન્જિનની સરકારની સ્થિતિ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *