સુરત શહેરમાં અવારનવાર પોલીસની ગુંડાગર્દી વધી રહી છે. સુરતના કતારગામમાં સ્થિત પટેલ કોમ્પલેક્ષમાં રહેતા પરેશ ભાઈ લાલજી ભાઈ પટેલ નામના વ્યક્તિ સામે વારંવાર હેરાન પરેશાન કરી એમના ઘરે ગેરકાયદેસર ધ્યાન રાખી આવેલ તેમજ ખોટા કેસમાં ફસાવવાની તથા જાનથી મારી નાખવાની ધાક-ધમકી આપી હતી. તેમજ સામેવાળા ઓળખીતા પોલીસકર્મીને બોલાવી તેની પાસે ખોટી રીતે માર ખવડાવવી તથા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે પરેશ ભાઈ દ્વારા માનવ અધિકાર, રાજય પોલીસ વડા, સુરત પોલીસ કમિશનરશ્રીને આવેદન પત્ર આપીને ન્યાયની માંગણી કરી હતી.
ખોવાઈ ગયેલ ચાવીના શોધ ખોળમાં અપારટમેન્ટ ના નીચે આગળ પાછાલ જોતા હતા. અને ત્યારબાદ સોસાયટીના અન્ય સભ્યો સાથે વાતચીત કરતો હતો અને વોચમેન સવાલો કરવા લાગ્યો કે ”મારી ઘરવાળી સાથે કેમ ઝગડો કરતો હતો?, કેમ સામે જોયા કરે છે તેવું જણાવતો હતો.” ફરિયાદીએ આ કામના આરોપીને જણાવતા કહ્યું હતું કે, “હું વાતચીત કરતો ન હતો પરંતુ તે મને ત્યાંથી ચાલવાની ના પાડતી હતી તો મે તેને કહેતો હતો કે કોણેના પાડી છે આ રસ્તો તો બધાનો છે” ત્યારબાદ ઉગ્ર બની ગયેલ વોચમેન ગાળા ગાળી કરવા લાગ્યો. વોચમેનના જણાવ્યા અનુસાર જીતુભાઈ નાનજીભાઈ પરમાર જે પણ આ કોમ્પલ્ક્સના એક રેહવાસી છે, પરિવાર સાથે આવેલ અને ફરીયાદીને ગાળાગાળી કરવા લાગેલ તેમજ વધુમાં જણાવતા કહ્યું હતું કે ”તુ શું તારી માનું માથું ફોન કરીશ?, તારા તો ટાટીયા ભાંગી નાખીશ, જો મારા ઘરે જતો જોઈશ તો તને મારી નાખીશ” આવું ગમે તેવું બોલવા લાગ્યો હતો.
આ ઘટના પત્યા પછી ફરિયાદી ઘરે પરત પહોચી ગયા પછી, આરોપી જીતુભાઈ નાનજીભાઈ પરમારના જણાવ્યા મુજબ એમના પોલીસ મિત્ર આવીને ફરિયાદીને કોલર પકડીને ફરિયાદીના બારણામાંથી ખેંચીને નીચે લઈ ગયેલા હતા. પોલીસ કંઈપણ સાંભળવા વગર બેફામ ગાળો આપી લાકડી વડે તથા ઢીકા પાટા વડે તથા જેમ ફાવે તેમ મારવા લાગ્યા હતા. ફરિયાદી વકીલને ફોન કરવા માટે વિનંતી કરવા પોલીસ કર્મી દ્વારા ગાળો આપી લાકડી વડે હાથના પંજા પર તથા આંગળીઓ પર તથા પેટના ભાગે તેમજ ગુપ્તાંગના ભાગે જેમ ફાવે તેમ મારવા લાગ્યા હતા તેમજ પીલોસ સ્ટેશને જતી વખતે અમે ફરીયાદીને કેહવામાં આવ્યું કે “ અહીં મારૂ જ ચાલે તારે જેને કેવું હોય તેના કે જા” તેવું એક દારૂ પીધેલી હાલતમાં કોઈ માણસ વર્તન કરે તેમ બોલતા હતા.
પરેશ ભાઈના જણાવ્યા અમુસાર, આશરે 24 કલાક કતારગામ પોલીસ સ્ટેશન સેલમાં રાખ્યા પછી કોર્ટમાં રજુ કરવાના બદલે રૂપિયા 200 લઈને આ પોલીસ કર્મી પરેશ ભાઈ લાલજી ભાઈ પટેલને છોડી મુકવામાં આવ્યા હતા. આ અંગે કોઈને જાણ કરશે અથવા સોસાયટીમાં કોઈ જોડે મગજમારી કરશેતો ખોટી કલમો લગાવી પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલી આપવાની પણ ધમકી આ પોલીસ કર્મી દ્વારા આપવામાં આવેલ છે. જેના અનુસંધાને મારા દ્વારા માનવ અધિકાર, રાજય પોલીસ વડા, સુરત પોલીસ કમીશ્નરશ્રીને આવેદન પત્ર આપીને ન્યાયની માંગણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news