Uttar Pradesh accident news: યુપી(UP)ના ગોરખપુરમાં મોડી રાત્રે એક દુઃખદ માર્ગ અકસ્માત(Uttar Pradesh accident ) સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. વાસ્તવમાં, એક પેસેન્જર બસ પંચર પડતાં હાઈવે પર ઊભી હતી. ત્યારે પાછળથી આવતી ટ્રકે તેને ટક્કર મારી હતી. અથડામણ થતાં જ બસના ટુકડા થઈ ગયા હતા. બૂમો પડી રહી હતી. દ્રશ્ય ભયાનક હતું. આજે વહેલી સવાર સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી.
આ મામલો ગોરખપુર-કુશીનગર હાઈવે (NH 28)નો હોવાનું કહેવાય છે. જ્યાં જગદીશપુર નજીક એક ઝડપી ટ્રકે પેસેન્જર બસને ટક્કર(Uttar Pradesh accident ) મારી હતી. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાકની હાલત નાજુક છે.
ટ્રકે બસને પાછળથી મારી હતી ટક્કર
ગોરખપુરથી કોન્ટ્રાક્ટવાળી બસ મુસાફરોને લઈને પાદરાના જઈ રહી હતી. જગદીશપુરના મલ્લપુર પાસે બસનું વ્હીલ પંચર થઈ ગયું હતું. ડ્રાઇવર અને કંડક્ટરે બસ રોડની બાજુમાં ઊભી રાખી હતી અને બીજી બસ મંગાવી હતી. ગોરખપુરથી ખાલી બસ આવી હતી અને મુસાફરોને ચડાવી રહી હતી. કેટલાક મુસાફરો બસમાં ચઢી ગયા હતા, જ્યારે કેટલાક હજુ પણ બે બસની વચ્ચે ઉભા હતા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.
રાત્રે અકસ્માતની માહિતી મળતાં જ SP સિટી અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ સદર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટરોને પણ એલર્ટ કર્યા હતા. મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
SP સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઈ (ગોરખપુર)એ જણાવ્યું કે, મોડી રાત્રે પાર્ક કરેલી બસને ડીસીએમ ટ્રકે ટક્કર મારી હતી, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ચાર લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. કુલ છ લોકોના મોત થયા છે. 9 લોકો ઘાયલ છે, જેઓ ખતરાની બહાર છે. તેમની સારવાર બીઆરડી મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube