અવાર નવાર સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે ફરી એકવખત સ્મિમેર હોસ્પિટલની પોલંપોલ સામે આવી છે. સુરત મ.ન.પા. સંચાલિત સ્મિમેર હોસ્પિટલ આ વખતે તેના PM રૂમમાં ચાલતી લાલિયાવાડીને લઇને વિવાદમાં ફસાઇ છે.
સ્મિમેર હોસ્પિટલના પીએમ રૂમમાં એક 36 વર્ષીય સુનિલ ગોહિલના મૃતદેહનો કાન ઉંદરોએ કોતરી ખાદ્યો હતો. PM રૂમમાં મૃતદેહનો કાન ઉંદર કોતરાઇ જતા પરિવારજનોએ હંગામાની સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ હોસ્પિટલ સત્તાધીશોએ દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે. જેના કારણે વિવાદ વધી જતા આ ઘટના અહેવાલોમાં ચમકી હતી.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતમાં મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટસમાં વહીવટ કર્તાઓની ગુનાહિત બેદરકારી સામે આવતો હોબાળો થયો છે. આ ઘટનામાં સુરતના એક 36 વર્ષીય સુનિલ ગોહિલનું બાથરૂમમાં પડી જવાના કારણે તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. ત્યારબાદ યુવાન સુનિલને તાત્કાલિક સારવાર અર્થે મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ સુનિલ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ યુવાનનું મોત થયા બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો.
સુનિલ ગોહિલનો રાત્રિના સમયે મોતને ભેટ્યા હોવાથી તેમનો મૃતદેહ રાત્રીના સમયે પોસ્ટમોર્ટમરૂમમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં રાત્રિના સમયે સુનિલના મૃતદેહને રૂમમાં રહેલા ઉંદરોએ કાન કરડી ખાધો હતો. ત્યારબાદ બીજા દિવસે પરિવારજનોને જ્યારે સુનિલનો મૃતદેહ મળ્યો ત્યારે પરિવારને એક કાન ન હોવાની જાણ થઇ હતી.
પરિવારજનોએ આ ઘટના વિશે હોસ્પિટલ સત્તાધીશોને જાણ કરી હતી, પરંતુ ત્યાં પરિવારજનોને યોગ્ય જવાબ મળ્યો નહોતો. ઉલ્ટાનું સત્તાધીશો પોતાની ભૂલ સ્વીકારવાના બદલે એકબીજાને ખો આપી રહ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ હોબાળો કરતા સ્મીમેર હોસ્પિટલમાં કરોડોના ખર્ચ બાદ પણ ગુન્હાહિત બેદરકારી થતી હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટના બાદ પરિવારજનોને સમજાવી શાંત પાડ્યા હતા અને સમગ્ર ઘટના વિશે તપાસ કરવાની બાહેધરી આપી હતી. હવે મનપાની હોસ્પિટલ કમિટી ચેરમેન મૂળજી ઠક્કર આજે સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લઇને ઘટનાને જાણવાની કોશિશ કરશે. તમને જણાવી દઇએ કે, અગાઉ પણ ત્રણેક વખત સુરત મ.ન.પા. સંચાલિત સ્મિમેર હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.